ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષકોના માટે કરોડોના ખર્ચે બનેલા આવાસો શિક્ષકોની જ રાહ જોઇ રહ્યા છે !

સાબરકાંઠાઃ વનવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સ્થાનિક શિક્ષકો માટેના આવાસ આજે ભંગાર હાલતમાં ઊભા છે. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આવાસો હાલ શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે. જોકે તમામ સુવિધાઓ સાથે બનેલા મકાનો શિક્ષકો વિના ધૂળ ખાઈ રહ્યા છે.

શિક્ષકોના માટે  કરોડોના ખર્ચે બનેલા આવાસો શિક્ષકોની રાહ જોતા અડીખમ ઊભા

By

Published : Jul 7, 2019, 10:46 AM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ, લાબડીયા, કોટડા તેમજ રતનપુર વિસ્તાર સંપૂર્ણપણે વનવાસી હોવાના પગલે સ્થાનિક શિક્ષકોને રહેવા માટે પારાવાર તકલીફો હોવાની વાત રાજ્ય સરકાર સુધી પહોંચતા સરકારે કરોડોના ખર્ચે સ્થાનિક શિક્ષકો માટે આવાસો બનાવી તમામ આવાસોને સુરક્ષા માટે લોખંડની ગ્રીલથી સુરક્ષિત કરાયા તેમજ પાકા મકાનોમાં તમામ સુવિધાઓ સાથે ફાળવણી કરવામાં આવી છે.

શિક્ષકોના માટે કરોડોના ખર્ચે બનેલા આવાસો શિક્ષકોની રાહ જોતા અડીખમ ઊભા

જોકે આજે આ મકાનોમાં આસપાસના લોકો પશુઓ માટે ઘાસચારા સહીત અસામાજિક તત્વોનો જાણે કે અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ મકાનોમાં વિદેશી શરાબની બોટલો, દેશી શરાબની બાટલીઓ તેમજ પશુઓ માટેના ઘાસચારા રખાતા હોય તેવા દ્રશ્યો શિક્ષકોના આવાસમાંથી જોવા મળતા હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

સ્થાનિક બાળકોને ઉજળા ભવિષ્ય માટે સરકારે કરોડોના ખર્ચે બનાવાયેલા આવાસમાં કોઈપણ પ્રકારની સાચવણી કે જાળવણી ન થવાને પગલે હાલમાં ખુલ્લા મેદાનમાં ઘાસ ઊગી નીકળ્યુ છે, બારી, બારણાના કાચ તૂટી ચૂક્યા છે. તેમજ શિક્ષકો ન આવવાને પગલે હવે ધીરે ધીરે અસામાજિક તત્વો માટે પણ શ્રેષ્ઠ આશ્રયસ્થાન બની ચુક્યુ છે. ત્યારે આ મુદ્દે સ્થાનિક અધિકારીઓને પૂછતા તેમણે આ આવાસ ખાલી હોવાનું સ્વીકાર્યું છે. જોકે શિક્ષકો નહીં આવે એ વાત પણ સ્વીકારી ઉચ્ચ અધિકારી સમક્ષ આ મુદ્દે રજૂઆત થયા ના ગાણું ગાઈ રહ્યા છે.

જોકે એક તરફ સરકાર વનવાસી વિસ્તારમાં વિકાસને પહોંચાડવા માટે લાખો કરોડોના ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ સરકારનો આ ખર્ચ શિક્ષકોના વતન પ્રેમને પગલે હાલમાં વ્યર્થ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થામાં દરેક શિક્ષકની વધુમાં વધુ તાલુકા મથકે રહેવા માટે સૂચવાયુ હોવા છતાં આજદિન સુધી આ નિયમોનુ પાલન થઇ શક્યુ નથી.

જોકે શિક્ષકો માટે બનાવાયેલા આવાસો ને સાચો ન્યાય ક્યારે મળશે એ તો આવનારો સમય જ બતાવશે.જોકે આ વિસ્તાર ના વિકાસ માટે બનાવાયેલા શિક્ષકોના આવાસ હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ જાગૃત બની જે તે શિક્ષકોની આવાસમાં રહેવા તેમજ સ્કૂલ અને શાળાને વધુ સમય આપવા ઠોસ પગલા ભરે તો સ્થાનિક વિસ્તારોમાં શિક્ષણ વિભાગ અગ્રેસર બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details