ગુજરાત

gujarat

ETV Bharat / state

રામનવમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસકર્મીને પણ ટોળાએ બાનમાં લીધા - Himmatnagar Ram Navami Procession

રામનવમીના દિવસે જ હિંમતનગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ (Himmatnagar group pelted) થયો છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. પાંચથી વધારે વાહનોને કરાઈ આગચંપી પણ કરવામાં આવી હતી.

રામનવમી નિમિત્તે રથયાત્રા દરમિયાન હિંમતનગરમાં બે જુથ અથડામણ થતા પથ્થરમારો
રામનવમી નિમિત્તે રથયાત્રા દરમિયાન હિંમતનગરમાં બે જુથ અથડામણ થતા પથ્થરમારો

By

Published : Apr 10, 2022, 6:44 PM IST

Updated : Apr 10, 2022, 7:44 PM IST

સાબરકાંઠા: હિંમતનગરમાં આજે રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા (Himmatnagar Ram Navami Procession)છાપળીયા વિસ્તારમાં થઈને પસાર થઈ રહી હતી દરમિયાન અગમ્ય કારણોસર જૂથ અથડામણ અને પથ્થરમારો (Himmatnagar group pelted) થયો હતો. બાદમાં આ જૂથ અથડામણ મોટુ સ્વરૂપ ધારણ કરતા મોટરસાઇકલોને આગ ચાપવાના બનાવો પણ બન્યા હતા.

આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા

પોલીસ કાફલા પર પણ પથ્થરમારો: આ બાબતની ગંભીરતા જોતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સહિત જીલ્લા પોલીસની ટીમો ખડકી દેવાઇ હતી. પોલીસની પેટ્રોલીંગ દરમ્યાન કાફલા પર પણ પથ્થરમારો થતા બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત (police injurer in stoned) થયા હતા. જોકે સમગ્ર ઘટનાને પગલે પોલીસે કોઈ મોટી ઘટના ન બને તેના માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સાત રાઉન્ડ તીયરગેસ: બીજી તરફ સમગ્ર શહેરમાં અફવાઓનું બજાર ગરમ થયુ છે. આ ઘટનામાં પોલીસ દ્વારા સાત રાઉન્ડ તીયરગેસ (Himmatnagar police tear gas) પણ છોડયા હતા. હલામાં આ ઘટના ટોક ઓફ ટાઉન બનવા પામી છે અને સમગ્ર ઘટના કેમ બનવા પામી તેની પોલીસે ચુસ્ત તપાસ હાથ ધરી છે.

Last Updated : Apr 10, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details