ત્યારે વેકેશનમાં ઘરે આવ્યો ત્યારે અજયએ તેના કાકાને કહ્યું કે મારે પણ લગ્ન કરવા છે અને લગ્નની ઉત્સુખતાને લઈ એના કાકાએ લગ્ન માટેનું આયોજન કરી સમાજના લોકોને જાણ કર્યા બાદ ગઈ કાલે અજયના લગ્ન તો યોજાયા, પરંતુ જાન પ્રસ્તાન ન થઇ હતી. વાત જાણે એવી હતી કે, ગ્રહશાંતિથી લઈ જમણવાર સુધીની રીતિ તો કરવામાં આવી પરંતુ સામે પરણવા છોકરી ન હતી. માત્ર વરઘોડો, ગ્રહશાંતિ અને અન્ય રીતિ પૂરી કરી અજયની મહેચ્છાઓ પૂર્ણ કરી હતી. લગ્નના ફેરા ન હતા. લગ્નમાં અજયની ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી. તો વરઘોડિયા પણ સાથે નાચ્યા હતો. લગ્ન સમારંભનો એક દિવસ ધામધૂમથી બારોટ પરિવારે માણીને માનસીક ક્ષતિગ્રસ્ત અજય બારોટની ઈચ્છા પૂર્ણ કરી હતી.
હિંમતનગરમાં દિવ્યાંગ યુવકના અનોખા લગ્ન યોજાયા - Gujarati News
સાબરકાંઠાઃ સાબરકાંઠાના હિંંમતનગરના ચાપલાનારમાં કાકા દ્વારા ભત્રીજાના અનોખા લગ્ન યોજવામાં આવ્યા છે. હિંમતનગરના ચાપલનારનો અજય ઉર્ફે પોપટ બારોટ જે બાળપણથી માનસિક ક્ષતિગ્રસ્ત હતો. તેની માતા પણ બાળપણમાં મૃત્યુ પામી હતી. ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો હતો અને આ અજયને હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો.
હિંમતનગરના ચાપલાનારમાં માનસિક ક્ષતિગ્રસ્તના લગ્ન સમારંભ યોજાયો
.