ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વધુ સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી - corona latest news

સાબરકાંઠા જિલ્લાના વધુ સાત દર્દીઓએ કોરોનાને માત આપી જ્યારે બે દર્દી હોમ આઇસોલેશનમાં રહી કોરોના મુક્ત થયા છે. સાબરકાંઠા જિલ્લાની તબીબી ટીમ દિવસ-રાત કોરોનાના દર્દીઓની સેવાશુશ્રુષા કરી રહી છે. આ મહેનત રંગ લાવી રહી છે.

સાબરકાંઠામાં વધુ સાત દર્દીઓએ કોરોના માત આપી
સાબરકાંઠામાં વધુ સાત દર્દીઓએ કોરોના માત આપી

By

Published : Jul 18, 2020, 8:27 PM IST

સાબરકાંઠાઃ કોરોના મહામારી દિન-પ્રતિદિન વધી રહી છે જોકે, તેની સામે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ ખુબ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. સાબરકાંઠામાં 7 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જેના પગલે તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે.

શનિવારે વધુ 7 દર્દી કોરોનાને માત આપી હતી. હિંમતનગરની સમરસ હોસ્ટેલ ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર ખાતેથી શનિવારે 7 દર્દી કોરોના મુક્ત થયા હતા. જેમાં ઇડરના 56 વર્ષિય ઠાકરડા જગતસિંહ, 55 વર્ષિય કાંતિભાઇ મકવાણા, 32 વર્ષિય જ્યોત્સનાબેન રાવલ. જ્યારે હિંમતનગરના 38 વર્ષિય પ્રેમલભાઇ જાદવ, 35 વર્ષિય જિતેંદ્રસિંહ પરમાર, 32 વર્ષિય દિલીપભાઇ ભટ્ટ અને વડાલીના 42 વર્ષિય રંજનબેન ચૌહાણે કોરોનાને માત આપતા ઘરે જવા રજા આપવામાં આવી છે.

જ્યારે કોરોનાના પોઝિટિવ આવેલા હિંમતનગરના 52 વર્ષિય વણકર અમરતભાઇ અને ઇડરના 48 વર્ષિય સંજયકુમાર ગાંધી જેઓ ઘરે હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને માત આપતા જિલ્લાના કુલ 9 દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે, આગામી સમયમાં હજુ સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પણ જલદીથી સ્વસ્થ થાય તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details