ચાર માસથી માસુમ પર દુષ્કર્મ આચરતો આરોપી પોલીસ જાપ્તામાં - Sabarkantha news
સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે સતત ચાર માસથી દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આરોપી ચાર વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠાઃ હિંમતનગર નજીકના ગામમાં ફરિયાદ નોંધાઇ છે કે, પતિ બહારગામ જાય છે, ત્યારે સ્થાનિક યુવક પોતાની ચાર વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી આપી છેલ્લા ચાર વર્ષથી દુષ્કાળ ગુજારતો હતો. સાથોસાથ છેલ્લા ચાર માસથી ચાર વર્ષની દિકરીનું અપહરણ કરી તેને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. આખરે ત્રસ્ત થઈ પરિણીતાએ હિંમતનગર ખાતે ફરિયાદ નોધાવી હતી, તેમજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયાં બાદ આરોપીને તાત્કાલિક ધોરણે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ છેલ્લા ચાર માસથી દુષ્કર્મને પગલે હડકંપ સર્જાયો હતો.