ગુજરાત

gujarat

ETV Bharat / state

તલોદના મહિવાલ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા - સાબરકાંઠા સમાચાર

સાબરકાંઠાના તલોદના મહિવાલ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર સર્જાઈ છે. બન્નેના મૃતદેહ મહીવાલ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરી છે. તેમજ આ મામલે પોલીસે હાલમાં બન્નેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

suicide in sabarkantha
સાબરકાંઠાના તલોદના મહિવાલ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

By

Published : Jul 16, 2020, 6:44 PM IST

સાબરકાંઠાઃ સાબરકાંઠાના તલોદના મહિવાલ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર સર્જાઈ છે. બન્નેના મૃતદેહ મહીવાલ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરી છે. તેમજ આ મામલે પોલીસે હાલમાં બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના તલોદના મહિવાલ ગામની સીમમાંથી બે પ્રેમી પંખીડાઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમજ નજીકમાંથી ઝેરી દવા ગટગટાવી હોય અને ઝેરી દવાથી મોત થયું હોવાનો પ્રાથમિક અંદાજના આધારે પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાલમાં બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી બંને પ્રેમી પંખીડાઓ મામલે ઝીણવટથી તપાસ શરૂ કરી છે. તેમજ કયા કારણસર બંનેએ આત્મહત્યા કરી તે જાણવાની મથામણ આદરી છે. સાથોસાથ બંનેના પરિવારજનોને શોધવા માટેની પણ તજવીજ હાથ ધરી છે. હાલમાં બંને પ્રેમી પંખીડાઓ ક્યાંના છે, તેમજ કયા કારણસર બંને આત્મહત્યા કરી તેની પણ તપાસ શરૂ કરાઇ છે. જો કે, ગામમાં એક સાથે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ગ્રામજનો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ પોલીસે પણ આ મામલે પૂર્ણ ગંભીરતા દાખવી છે.

ABOUT THE AUTHOR

...view details