- કિસાન સમૃદ્ધિ દિવસની ઉજવણી કરાઈ
- સાયબર ક્રાઇમ ઘટાડવા પોલીસ મક્કમ
- સૌર ઊર્જાનો ઉપયોગ સૌ કોઈ માટે જરૂરી
સાબરકાંઠા:વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થવાના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં સતત એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે આજે કિસાન સમૃદ્ધિ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં હિંમતનગરના રામપુર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર પ્રતિદિન ચિંતિત રહી છે, તેમજ તેના સુખદુખમાં ભાગીદાર રહી છે.
15 ગામડાઓને દિવસે વીજળી આપવાની શરૂઆત કરાઈ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાનની સુખ સુવિધા માટે છેલ્લા કેટલાય સમયથી થયેલા પ્રયાસો અંતર્ગત નર્મદાના જળથી લઈને નળ સુધીના પ્રોજેક્ટ કિસાનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. રાત્રિના સમયે મળતી વીજળીથી કેટલાય કિસાનોના મોત થતા હતા. તેમજ ભારે પરેશાનીના પગલે હવે ગુજરાત સરકાર દ્વારા તમામને દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે. આજે ગુજરાતમાં એક સાથે 15 ગામડાઓને દિવસે વીજળી આપવાની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 19 ગામડાઓમાં ખેડૂતોને રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે.
રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા આ પણ વાંચો-સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જન જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો
10 હજારથી વધારે પોલીસ જવાનોને બોડી કેમેરાથી સજ્જ કરાશે
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ગૃહપ્રધાને કોન્ફરન્સ યોજી હતી. તેમજ છેલ્લા કેટલાય સમયથી વિવિધ સમસ્યાઓ અને પરેશાનીઓ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત ગાંધીનગર રેન્જ IG તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે આગામી સમયમાં ક્રાઇમ રેટ સહિત આગામી સમયમાં સપ્ટેમ્બર સુધીમાં 10 હજારથી વધારે પોલીસ જવાનોને બોડી કેમેરાથી સજ્જ કરાશે તેમજ સાબરકાંઠા જિલ્લામાં 15 જેટલા પોલીસ મથકો હાલના તબક્કે સોલરથી સંચાલિત છે, ત્યારે આગામી સમયમાં ગ્રીન ઉર્જા સૌ કોઈ માટે જરૂરી બની રહેશે તેમ જણાવ્યું હતું.
કિસાન સમૃદ્ધિ દિવસની ઉજવણી સાયબર ક્રાઇમની ફરિયાદ માટે ગુજરાતમાં છે વ્યવસ્થા
ગુજરાતની વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂરા થવાના મામલે આજે કિસાન દિવસની ઉજવણી કરાઈ હતી. જેના ભાગરૂપે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરીએ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જ્યાં ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, સાઇબર ક્રાઇમ દૂર કરવા ગુજરાતમાં વિશેષ વ્યવસ્થા કરાઇ છે. તેમજ તાજેતરમાં 16 જેટલા પોલીસ મથકો પણ બનાવાયા છે. જો કે, દેશના અન્ય કેટલાક રાજ્યોમાં હજુ આ વ્યવસ્થાનો અભાવ છે.
જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ગૃહપ્રધાને કોન્ફરન્સ યોજી ગ્રીન ઉર્જા સૌ કોઈ માટે જરૂરી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી 15થી વધારે પોલીસ મથકો સૌર ઉર્જાથી સંચાલિત છે. જેના પગલે ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે પણ સૌર ઊર્જાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય તે જરૂરી છે. ત્યારે આ મામલે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગ્રીન ઉર્જા સૌ કોઈ માટે જરૂરી છે. તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 15 જેટલા પોલીસ મથકો હાલમાં સૌર ઉર્જાથી સંચાલિત છે, જે સમગ્ર ગુજરાત માટે દિશાસૂચક બાબત છે. એક તરફ દિન પ્રતિદિન વધતા જતા સાયબર ગુનાઓને ઉકેલવામાં હજુ પણ પોલીસ આધુનિક બની શકી નથી ત્યારે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસને આધુનિક બનાવાય છે તે પણ મહત્વનું બની રહે છે.