સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવ તેમજ શિવ મંદિરો નો વિશેષ મહિમા રહેલો છે. તેમજ આ મહિનામાં ભગવાન શિવની પાણીથી લઇ બિલિપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થતા હોવાની વાયકાઓ છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં થઈ રહેલા ગંગાનો જળાભિષેક સ્થાનિકોને દર્શન કરવા માટે પ્રભાવિત કરે છે. એટલું જ નહીં આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સપ્તેશ્વર ને પ્રવાસન ધામ સ્વીકારાયું છે. સ્થાનિક ટ્રસ્ટી ગણ દ્વારા બનાવાયેલા કુંડમાં ભૂગર્ભ ગંગાનું પાણી આવે છે અને ભક્તજનો સ્નાન કરી પોતાને ભાગ્યશાળી ગણાવે છે.
સપ્તેશ્વર મહાદેવને થાય છે ભૂગર્ભ ગંગાનો જળાભિષેક - સાબરકાંઠા ન્યૂઝ
ઈડરઃ સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર 400 વર્ષ પુરાણું છે. એક માન્યતા મુજબ અહીં ત્રેતાયુગમાં એકસાથે સાત જેટલા ઋષિમુનિઓએ કઠોર તપસ્યા કરી હતી તેમજ શિવની વિશેષ પૂજા સાથે ભૂગર્ભ ગંગાના જળાભિષેકની માગ કરી હતી, ત્યારેથી આજ દિન સુધી ભૂગર્ભ ગંગા થકી સતત અભિષેક થતો હોવાથી આ મંદિરનો અનેરો મહિમા છે. આ મંદિરની આસ્થા આસપાસના હજારો લોકો સુધી ફેલાયેલી છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે તેમજ લોકો પૂર્ણ શ્રદ્ધા ભાવથી અહીં સ્નાન કરી પવિત્ર થવાનો અહેસાસ કરે છે.
સપ્તેશ્વર મહાદેવને થાય છે ભૂગર્ભ ગંગાનો જળાભિષેક
શ્રાવણ માસમાં દેવાધિદેવની ભક્તિમાં ભક્તો લીન બને છે. ગુજરાતના એકમાત્ર આસ્થા ધામ સપ્તેશ્વર મહાદેવના દર્શનથી જન્મોના પાપ દૂર થાય છે. માનવ જીવનનો ઉદ્ધાર કરવા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂરી બની રહે છે.