સાબરકાંઠાઃ હિંમતનગરમાં બસ સ્ટેન્ડની સામેની તરફ આવેલા વિસ્તારમાં 5 વર્ષ પહેલા 10 બહેનોએ ભેગા મળી પોતાના લીકેજ ટાઈમના શ્રેષ્ઠ ઉપયોગ કાપડ ઉપરના પેજ કામ તેમજ ભરત કામ કરી રોજગાર મેળવી રહી છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લા કલેકટરથી લઈ જિલ્લાના અન્ય અધિકારીઓ તેમજ વેપારીઓ માટે પણ પ્રાર્થના સખી મંડળમાં થયેલા ભરત ગુંથણ કામ લોકપ્રિય બન્યું છે, અને આગામી સમયમાં હજૂ પણ વધુ કામ કરવાની ખેવના રાખી રહ્યા છે. જોકે, સંસ્થા કે સરકાર સામે દયાનો હાથ ન લંબાવતા અપના હાથ જગન્નાથ કહેવતને સાર્થક કરી રહ્યા છે.
સાબરકાંઠાનું 'પ્રાર્થના સખી મંડળ' જિલ્લાના સખી મંડળ માટે બન્યું આદર્શ - Prarthna Sakhi Mandal
સંગે શક્તિ કલૌ યુગેની યુક્તિ હાલમાં સાબરકાંઠાના હિંમતનગર પ્રાર્થના સખી મંડળ સાર્થક કરી હોય તેવું જણાઈ રહ્યું છે. આ સખી મંડળમાં 10 બહેનોએ ભેગા મળી 5 વર્ષ પહેલા શરૂ કરેલા આ સખી મંડળ થકી હાલમાં લીકેજ ટાઈમમાં કાપડ પરનું ભરતકામ જિલ્લાના અધિકારીઓને ખરીદવા મજબૂર થવું પડે તેટલું ઉચ્ચ કક્ષાનું બની રહ્યું છે.
સામાન્ય રીતે કોઈ પણ અધિકારી કે આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા હોય છે. સાબરકાંઠામાં પ્રાર્થના સખીમંડળ દ્વારા તૈયાર થયેલ કાપડ કોઈ પણ પશ્ચિમી સંસ્કૃતિને પણ અપાવે તેવું સાબિત થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાબરકાંઠા જિલ્લા કક્ષાના મોટાભાગના અધિકારીઓ તેમજ વેપારીઓ માટે પ્રાર્થના સખી મંડળમાં તૈયાર થયેલા ભરત ગુંથણના ડ્રેસ સાડી તેમજ અન્ય કાપડને બજારમાં પણ ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રએ પણ આ મામલે સખી મંડળની મદદરૂપ થવા હાકલ કરવાની સાથે સાથે આગામી સમયમાં જિલ્લાભરના લોકોને આવા સ્વરોજગારી થકી નવીનીકરણ કરનારા લોકોનો સાથ અને સહકાર આપવાની હાકલ કરી છે. સખી મંડળ તૈયાર કરેલા કાપડનો વધુ ઉપયોગ કરવાનું સૂચવી છે, જે બતાવે છે કે, શિયાળાના વ્યક્તિ માટે વહીવટીતંત્ર જો સહયોગી પુરવાર થાય તો જે તે સંગઠન વિકાસના માર્ગે આગળ વધે તે નક્કી બાબત છે. સાબરકાંઠા જિલ્લામાં એકતાના સુત્રને સાર્થક કરનારા આ સખી મંડળની સાથોસાથ જિલ્લાના અન્ય સખીમંડળો તેમજ મહિલાઓ એકરૂપ થઇને આગળ વધે, તો જિલ્લાના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.