ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વસતા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન છત્તીસગઢ મોકલાયા - Department of Indian Railways

સાબરકાંઠા જિલ્લામાં વસતા શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જિલ્લામાં 5 બસો તૈયાર કરી મહેસાણા મોકલવામાં આવ્યા હતા. ત્યાથી 162 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા છત્તીસગઢ તેમના વતન રવાના કરાયા હતા.

સાબરકાંઠામાં વસતા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન છત્તીસગઢ મોકલાયા
સાબરકાંઠામાં વસતા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન છત્તીસગઢ મોકલાયા

By

Published : May 24, 2020, 8:38 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં 5 બસો મહેસાણા મોકલવામાં આવ્યા ત્યાંથી 162 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન છત્તીસગઢ રવાના કરવામાં આવ્યા હતા. પર પ્રાંતિય શ્રમિકોને સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે વતન પહોંચાડવાના સરકારના નિર્ણય અન્વયે સાબરકાંઠા જિલ્લામાં વસતા શ્રમિકોને કોરોનાને પગલે લોકડાઉનમાં પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 162 શ્રમિકોને 5 બસો દ્વારા મહેસાણા જવા રવાના કરવામાં આવ્યા હતા.

હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી રવિવારના રોજ 5 બસો દ્વારા 162 શ્રમિકોને મહેસાણા જવા અને ત્યાંથી વતનમાં મોકલવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી. મહેસાણાથી ટ્રેન મારફતે આ શ્રમિકો છત્તીસગઢ પોતાના વતન જવા રવાના થયા હતા.

શ્રમિકોમાં પોતાના વતન પરત ફરવાનો અનેરો ઉત્સાહ હતો. આ શ્રમિકોએ ગુજરાત સરકાર અને સાબરકાંઠા વહિવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાથો સાથ શ્રમિકોને વતન મોકલતા પહેલા આ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી તબીબી પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.

કોરોનાના સંક્ર્મણના જોખમને ધ્યાને રાખી તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શ્રમિકો મહેસાણાથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે પોતાના વતન છત્તિસગઢ મોકલવામાં આવી રહ્યા છે. તેમજ બસમાં શ્રમિકોને માસ્ક આપવામાં આવ્યા સાથે મુસાફરી માટે ફૂડપેકેટ અને પાણીની બોટલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

જોકે હજુ સુધી કેટલાક શ્રમિકો વતન પરત ફરવાનો મોકો મેળવવા પ્રયત્નશીલ છે. તેમને વતન તરફ મોકલી આપવા પ્રશાસન ત્વરિતતા દાખવે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details