પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પર શુક્રવારે બપોરના અરસા દરમિયાન SOGની ટીમ પેટ્રોલીંગ કરતી પહોંચી હતી. એ દરમિયાન જ હોટલ નજીક દુકાન પાસે એક યુવક પોલીસની ટીમની નજર પડી હતી તેમજ તેની વર્તુણંક શંકાસ્પદ લાગતા જ ટીમના પોલીસ કર્મીઓએ તેની પુછપરછ પ્રાથમિક રીતે કરતા જ તે દરમિયાન યુવક નિતીન સત્યાને અયોગ્ય અને શંકાસ્પદ જવાબો આપતા જ પોલીસને તેની પર શંકા મજબુત થતાં તેની પીઠ પાછળ ભરાવેલા થેલાની તલાશી લીધી હતી.
સાબરકાંઠા SOGએ તમંચો તેમજ જીવતા કારતુસ સાથે એક શખ્સની કરી અટકાયત - પ્રાંતિજ
સાબરકાંઠા: જિલ્લા SOGએ પ્રાંતિજ નજીકથી તમંચો તેમ જ જીવતા કરતુસ સાથે એક આરોપીની અટકાયત કરી છે. SOGએ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક યુવક જણાઈ આવતા તેની પ્રાથમિક પુછપરછ કરીને તેની પીઠમાં ભરાવેલા થેલાની તલાશી લેતા તેમાંથી જીવતા કારતુસ સાથે તમંચો મળી આવ્યો હતો.
SOG
જેમાં પોલીસની નવ જીવતા કારતૂસ સાથે તમંચો મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. SOGના પી.આઇ. એમ.ડી. ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, મુળ ઉત્તર પ્રદેશના બુરહાનપુર. તા. ગાઝીપુર જિ. કાનપુરના નિતિન અમરસિંહ સત્યાન વિરુદ્ધ આર્મસ્ એક્ટ મુજબ પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ગેરકાયદેસર રીતે કારતુસ અને તમંચો વેચનાર અને ખરીદવા માટે તૈયારી દર્શાવનાર શખ્સોની પણ શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.