ગુજરાત

gujarat

ETV Bharat / state

Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ - tribals Holi Significance

સાબરકાંઠામાં આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે. જેમાં આ લોકો 2 કે 3 દિવસ નહિ પણ 10 દિવસ રાત સુધી આદિવાસી પરંપરાગત ઢોલ નગારા ઉજવણી કરતા હોય છે. સ્થાનિક આદિવાસી ભાષામાં ગીતો ગાતા અને કીકીયારીઓ, નાચ ગાન સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે.

Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ
Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ

By

Published : Mar 7, 2023, 11:25 AM IST

આદિવાસી વિસ્તારમાં ઢોલ, નગારા અને લિઝમ સાથે હોળીની ઉજવણી

સાબરકાંઠા :હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે. સમગ્ર વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર નારીઓમાં જોવા મળતા હોય છે. એટલે તો હોળીને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવયુગલોમાં ભારે ઉત્સાહ

કેવો રંગીલો હોય છે માહોલ : સાબરકાંઠા જિલ્લા અંતરિયાળ ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર તેમજ પોશીના વિસ્તારમાં વસતા આદિવાસી પરિવારો હોળી પર્વની વિશેષ ઉજવણી કરે છે. સામાન્ય રીતે હોળી પર્વની વનવાસી વિસ્તારમાં દસ દિવસ પહેલાથી ઉજવણી શરૂ કરાય છે. તેમજ હોળી અને ધુળેટી પૂર્ણ થયા બાદ વધુ 10 દિવસ સુધી આ પર્વ મનાવાય છે. હોળી શરૂ થતાના દસ દિવસ પહેલાથી જ આદિવાસી વિસ્તારમાં ઢોલ, લેઝિમ અને નગારા સાથે નાચગાન શરૂ થાય છે. જે 10થી 15 દિવસ સુધી યથાવત રહે છે. તેમજ આ નાચગાનમાં આદિવાસી સમાજની એકતા પ્રદર્શિત થતી હોય છે.

એકતા માટે હોળીનું મહત્વ

નવયુગલોમાં ભારે ઉત્સાહ : હોળી પર્વની ખુશીના પગલે મનાવાતો હોવાના પગલે સમાજના તમામ નાના-મોટા ભૂલકાઓ, મહિલાઓ, વૃદ્ધો સહિત યુવાનો નાચગાન કરતા નજરે પડે છે. જોકે આ ખુશી દરમિયાન નવો પરિણીત યુગલો માટે પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. લગ્નના સાત ફેરા બાદ સમાજ વચ્ચે પ્રગટાવેલી હોળીના સાત ફેરા લેવા પણ ખૂબ જરૂરી છે. સપ્તપદીના સાથ ફેરાથી વધુ મહત્વ આદિવાસી સમાજમાં હોળીના સાથ ફેરાનું રહેલું છે. આદિવાસી સમાજના તમામ નવ પરણિત નવયુગલોમાં લગ્ન બાદ હોળી પર વિશેષ આનંદ ઉલ્લાસ પ્રગટ કરતા હોય છે. જેમાં હોળી નિમિત્તે નવયુગલો પોતાનું દાંપત્યજીવન સર્વ શ્રેષ્ઠ રીતે ટકી રહે તે માટેની પ્રાર્થના પણ કરતા હોય છે.

આદિવાસી માટે હોળીનો આનંદ

આ પણ વાંચો :Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરું મહત્વ

એકતા માટે હોળીનું મહત્વ : સામાન્ય રીતે હોળી તહેવાર અન્ય સમાજ કરતા વનવાસી સમાજમાં એકતા માટે વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી વનવાસી સમાજમાં આજદિન સુધી યથાવત રહી છે. જેમાં સમગ્ર સમાજ એક રૂપ બની એક તાલે નાચતો ગાતો અને ઝૂમતો જોવા મળે છે. જોકે બીજી તરફ આજની તારીખે પણ સામાજિક મૂલ્યો ટકાવવામાં અન્ય સમાજ કરતા આદિવાસી સમાજ યથાવત રૂપે પોતાની સામાજિક ભૂમિકા ટકાવવામાં સફળ થયું છે. ત્યારે ફાગણ મહિનામાં ઉજવાતો આ ઉત્સવ આગામી સમયમાં શરૂ થતા વિવિધ રીત રિવાજોની પણ હોળી બાદ શરૂઆત થતી હોય છે. જેથી તેનું અનેરું મહત્વ યથાવત રૂપે જળવાઈ રહેલું છે.

આ પણ વાંચો :Holi 2023: ગાંધીનગરના પાલજ ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી, જાણો અંબાલાલે વરસાદની શું આગાહી કરી ?

આદિવાસી માટે હોળી શું છે : હોળી સમગ્ર સમાજ એક તાંતણે બંધાઈ રહે છે સાથોસાથ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જતો આ તહેવાર વનવાસી સમાજ માટે આગામી સમયના વિવિધ રીતરિવાજો સહિત લોકમેળાઓની શરૂઆત હોળીના તહેવારથી થાય છે. એક તરફ વિવિધ રીતરિવાજો વચ્ચે લગ્ન જેવા પવિત્ર સંબંધ માટે પણ હોળીનો સમગ્ર સમાજ ઉપર વિશેષ મહત્વ ધરાવે છે. તેમજ હોળીની ઉજવણી થકી સામાજિક રીતરિવાજો સહિત એકબીજા પરિવારો માટે આનંદ અને ઉલ્લાસ સાથે ખુશીમાં સહભાગી બનવાનો પર્યાય બની રહે છે. જોકે, હોળીની પરંપરાગત ઉજવાતી ઉજવણીને યથાવત સ્વરૂપે સચવાઈ હોય તો તે માત્ર આદિવાસી વિસ્તારમાં છે તેમજ આજે પણ સમગ્ર વિસ્તાર હોળીના રંગે રંગાયેલી છે, ત્યારે હોળીના પર્વની સાચી ઉજવણી માત્ર આજ સમાજ દ્વારા ટકાવી શકાય છે જે હકીકત છે.

નાચ ગાન સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો

ABOUT THE AUTHOR

...view details