ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, પ્રદેશ મહામંત્રી સહિતના 10 હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ આજે મંગળવારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જે અંતર્ગત ગુજરાત મહિલા મોરચાના મહામંત્રી સહિત સાબરકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તેમજ મહામંત્રીઓ અને શહેર પ્રમુખોએ રાજીનામું ધરી કેસરીયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાં એક સાથે 10થી વધારે હોદ્દેદારોએ પક્ષ છોડતાં કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપ્યો છે.

ETV BHARAT
મહામંત્રી સહિતના 10 હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો

By

Published : Feb 9, 2021, 5:11 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ
  • કોંગ્રેસના 10થી વધુ હોદ્દેદારો થયા નારાજ
  • નારાજ થયેલા તમામ લોકોએ કેસરીયો ધારણ કર્યો
    મહામંત્રી સહિતના 10 હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો

સાબરકાંઠા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસમાં વર્ષોથી કામ કરી રહેલા કાર્યકરોનો અસંતોષ બહાર આવ્યો છે. જે અંતર્ગત આજે મંગળવારે કોંગ્રેસના 10થી વધારે હોદ્દેદારોએ કેસરીયો ખેસ ધારણ કરતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સહિત સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ તેમજ શહેરના મહામંત્રીઓએ કોંગ્રેસની નીતિ સામે સવાલ ઉઠાવી ભારતને વિશ્વ ગુરુ બનાવવા કેસરીયો ધારણ કર્યો છે.

સાબરકાંઠા કોંગ્રેસમાં ભૂકંપ

આજે મંગળવારે કોંગ્રેસના પ્રદેશ સમિતિના હોદ્દેદારોએ રાજીનામાં આપી દેતાં સાબરકાંઠાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નિર્મલા રાવલ સહિત ગત 25 વર્ષથી સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખ તેમજ શહેર મંત્રી રહેનારા દસ જેટલા કાર્યકરોએ રાજીનામું ધરી કેસરીયો ધારણ કર્યો છે. ચૂંટણી સમયે થયેલો આ ફેરફાર આગામી સમયમાં રાજકીય સમીકરણોને પણ અસર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details