- કોરોનાની ત્રીજી લહેરની સામે સાબરકાંઠા વહીવટી તંત્ર તૈયાર
- સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા બનાવાયો સોફ્ટવેર
- રસીકરણ તેમજ હોસ્પિટલોની આપશે જાણકારી
- જિલ્લાના તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલનો મળશે ડેટા
સાબરકાંઠા: કોરોના મહામારીની બે લહેર થકી સમગ્ર વિશ્વમાં લાખો લોકો મોતને ભેટ્યા છે. આગામી ત્રીજી લહેર (The third wave of the corona) ની સંભાવના પ્રબળ બની રહી છે. જોકે જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા આ મામલે એક સોફ્ટવેર તેમજ વેબસાઈટ (Software and website) બનાવી છે કે જેના થકી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે કોઈપણ કોરોના પોઝિટિવ દર્દી માટે હોસ્પિટલ તેમજ ઓક્સિજન સાથેનો બેડ (oxygen bed) , વેન્ટિલેટર (Ventilator) સહિતની તમામ વિગતો સરળતાથી મેળવી શકાશે.
સાબરકાંઠા વહીવટી તંત્રએ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર સહિતની માહિતી માટે સોફ્ટવેર તેમજ વેબસાઈટ બનાવી આ પણ વાંચો: સાબરકાંઠામાં વધુ 10 દર્દી કોરોના મુક્ત થયાં
કોરોના મામલે છેવાડાના વ્યક્તિને રહેશે સરળતા
સામાન્ય સંજોગોમાં કોરોના મહામારી દરમિયાન કોઈપણ વ્યક્તિના સ્વજનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તેના માટે હોસ્પિટલ તેમજ જરૂરિયાત મુજબનો ઓક્સિજન કે વેન્ટિલેટર બેડની જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ બને છે. જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ તેમજ સોફ્ટવેર થકી સરળતાથી સમગ્ર જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો સહિતની વિગતો મેળવી શકશે. કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેરમાં કેટલાય લોકો માટે પોતાના સ્વજનને કઈ હોસ્પિટલમાં દાખલ કરવા તે ખૂબ મોટી સમસ્યા થઈ હતી. જોકે સાબરકાંઠામાં આવેલી હોસ્પિટલોમાં કેટલીક જગ્યાએ બેડ ખાલી હતા તો કેટલીક જગ્યાએ સમગ્ર હોસ્પિટલ હાઉસફુલ બની રહી હતી. તેવા સમયે સંજોગે સાબરકાંઠા વહીવટીતંત્ર (District Administration) દ્વારા છેવાડાના વ્યક્તિ માટે ઊભી કરાયેલી આ વ્યવસ્થા સમગ્ર સાબરકાંઠા જિલ્લા વાસીઓ માટે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં આશીર્વાદ સ્વરૂપ બની રહે તેમ છે. સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઈટ થકી જિલ્લાની કુલ 39 જેટલી હોસ્પિટલોમાં 1300 થી વધુ બેડ તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવી છે. જેથી આગામી સમયમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ (corona positive) આવનાર દર્દી માટે કઈ હોસ્પિટલમાં કઈ સુવિધા મળી રહેશે તે જાણવું સરળ બની રહેશે.
સાબરકાંઠા વહીવટી તંત્રએ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર સહિતની માહિતી માટે સોફ્ટવેર તેમજ વેબસાઈટ બનાવી આ પણ વાંચો: સાબરકાંઠામાં કોરોનાનો કહેર ઘટતા તંત્રની કામગીરી દેખાઈ
સાબરકાંઠાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોની મળશે તમામ માહિતી
સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઈટ (website) થકી જિલ્લાની કુલ 39 જેટલી હોસ્પિટલોમાં 1300 થી વધુ બેડ તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવી છે. જેથી આગામી સમયમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ આવનાર દર્દી માટે કઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવો તે સરળ બની રહેશે. ગુજરાતભરમાં આવો પ્રયાસ માત્ર સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા કરાયો છે જે કાબિલેતારીફ હોવાની સાથોસાથ સમગ્ર ગુજરાત માટે દિશાસૂચન બની રહે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે આગામી સમયમા કોરોના મહામારીની ત્રીજી લહેરમાં વહીવટીતંત્ર કેટલું સાબદુ પુરવાર થાય છે.
સાબરકાંઠા વહીવટી તંત્રએ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર સહિતની માહિતી માટે સોફ્ટવેર તેમજ વેબસાઈટ બનાવી