- સાબર ડેરી દ્વારા ઘી ના ભાવમાં કરાયો ઘટાડો
- વધતી મોંઘવારી સામે રાહતના સમાચાર
- એક મહિનામાં બીજી વખત ભાવમાં ઘટોડો કરાયો
સાબરકાંઠાઃ અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ( Sabar dairy ) દ્વારા આજે ગુરૂવારે ઘી(Ghee)ના ભાવમાં વધુ એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ ઘીમાં રૂપિયા 11નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનોને સીધો ફાયદો મળી રહેશે. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં ઘટાડો કરાતા પ્રજાજનો માટે રાહતના સમાચાર છે.
બે વખત ભાવમાં ઘટાડો કરાતા લોકોને હવે રૂપિયા 23નો ફાયદો
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક મહામારી કોરોના એ તમામ લોકોના બજેટ ઉપર વ્યાપક અસર કરી છે. ત્યારે મોંઘવારીના આ સમયગાળામાં સાબર ડેરી( Sabar dairy )માંથી આજે એક રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. સાબર ડેરીએ છેલ્લા એક માસમાં ઘી ના ભાવમાં બીજી વખત ઘટાડો કરતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને પ્રતિ કિલોએ રૂપિયા 23નો ફાયદો મળી રહેશે. સાથોસાથ અમુલ( Amul )ના 15 કિલો ઘીના ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી છે. આ મામલે અમુલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, બોલ માર્કેટિંગ ફેડરેશન ( Marketing Federation ) દ્વારા ભાવ ફેર સમય સંજોગને આધિન થતો હોય છે. ઘી સહિત અન્ય પ્રોડક્ટમાં કરાયેલો ભાવ વધારો કે ઘટાડાની પશુપાલકોને તેમજ ખેડૂતોને કોઈ મોટું નુકસાન થતું નથી. કોરોના મહામારી અંતર્ગત લેવાયેલા નિર્ણયનો લાભ જિલ્લાના પ્રજાજનોને સીધો મળી રહેતો હોય છે, જે જરૂરી બની રહે છે.
આ પણ વાંચોઃ સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી