ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં ખનીજ વિભાગની રેડ યથાવત, ખનીજ માફિયાઓમાં ગભરાહટ - ખનીજ વિભાગ

સાબરકાંઠા જિલ્લામાં ગત 3 માસમાં ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરનારા તત્વો સામે 2 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હજુ પણ રેડ યથાવત રહેતા સમગ્ર જિલ્લાના ખનીજ ચોરોમાં ખળભળાટ સર્જાયો છે.

સાબરકાંઠામાં ખનીજ વિભાગની રેડ યથાવત
સાબરકાંઠામાં ખનીજ વિભાગની રેડ યથાવત

By

Published : Nov 10, 2020, 12:00 AM IST

  • સાબરકાંઠા વહીનટી તંત્ર એક્શન મોડમાં
  • ખનીજ ચોરીને લઇને રાત્રીના સમયે રેડ
  • 195 લાખથી વધુનો દંડ વસૂલ્યો

સાબરકાંઠા: જિલ્લામાં ખનિજ ચોરો સામે ગત 3 માસમાં બે કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો છે. જેમાં 144 કેસ થકી 195 લાખથી વધારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કરોડોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ હાલમાં પણ ખનીજ વિભાગની રેડ યથાવત રહેતા જિલ્લાના ખનીજ ચોરોમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

સાબરકાંઠામાં ખનીજ વિભાગની રેડ યથાવત

ખનીજ ચોરી કરનારા વિરુદ્ધ તંત્રની લાલ આંખ

સાબરકાંઠા જિલ્લામાં આજદિન સુધી ક્યારેય પણ ખનીજચોરો સામે કોઈ કાર્યવાહી થઈ શકી નથી. જો કે, ગત ત્રણ માસમાં સરકારી અધિકારીઓની બદલી થયાને પગલે હવે તંત્ર જાણે કે એક્શન મોડમાં આવ્યું હોય તે પ્રકારની કામગીરી જોવા મળી રહી છે. જેમાં દિવસના બદલે રાત્રે ખનીજ ચોરીની હેરાફેરી કરનારા તત્વો ઉપર રેડ યથાવત રાખવામાં આવી છે. જેના પગલે એક કરોડ 95 લાખથી વધારેની દંડનીય રકમ અત્યાર સુધીમાં સરકારી તિજોરીમાં જમા થઈ ચૂકી છે. આ ઉપરાંત આગામી સમયમાં રેડ યથાવત રહે તો રાત્રે ખનીજ ચોરી કરનારા તત્વોના કારણે સરકારની આવક વધી શકે તેમ છે. જો કે, આ અંગે સાબરકાંઠા જિલ્લા ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરનારા તત્વો સામે રેડ યથાવત રહેશે.

ABOUT THE AUTHOR

...view details