સાબરકાંઠા : રામાણી કુમકુમે જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ.ટી. ગુવાહાટી ખાતે સાબર સ્ટેડિયમ હિંમતનગરનું ગૌરવ વધાર્યું છે. નવેમ્બર માસમાં ગુવાહાટી આસામ ખાતે 28 રાજ્યોના 1500થી વધુ ખેલાડીઓએ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં (Junior National Athletics Championship) ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -16માં 5.56 મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. (Ramani Kumkum wins gold medal)
કુમકુમે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી હિંમતનગરનું ગૌરવ વધાર્યું - Junior National Athletics Championship at Guwahati
ગુવાહાટી ખાતે જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું (Junior National Athletics Championship) આયોજન કરાયું છે. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દિકરી રામાણી કુમકુમે અંડર -16માં ગોલ્ડ મેડલ જીતીને બે જિલ્લાનું નામ રોશન કર્યું છે. (Ramani Kumkum wins gold medal)
મહેનતનું પરિણામ અમરેલી જિલ્લાની રામાણી કુમકુમના પિતા ભરત રામાણી ખેડૂત અને માતા ગૃહિણી છે. કુમકુમ રમતની તાલીમ અગાઉ DLSS જામનગર ખાતે મેળવી વધુ તાલીમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે 10 મહિનાથી તાલીમ લઈ રહી છે. તે મહેનતુ અને સમર્પિત ખેલાડી સાબીત થઈ છે. જેને માત્ર 10 મહિનાના પરિશ્રમ થકી રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓના નામ રોશન કર્યા છે. માત્ર દસ મહિનાની મહેનત થકી કુમકુમે આ સિદ્ધિ હાંસલ કરી છે. (Junior National Athletics Championship at Guwahati)
આ પણ વાંચોપોરબંદરમાં પોલીસ જવાને ગુરુજીનું સપનું કર્યું સાકાર, સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા
રમતગમત ક્ષેત્ર માટે સંકુલો રાજ્યના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથો. ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોનાનિર્માણ કરવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની શાળા કોલેજના વિધાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી રમત સંકુલોના નિર્માણ થયા છે. જે ઉમદા હેતુથી આ સંકુલો બનાવાયા છે તે સિદ્ધ થતા દેખાઈ રહ્યા છે. (Ramani Kumkum wins gold medal Long jump)