હિંમતનગર:એક તરફ કોરોના મહામારી દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી મેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તેમને જલ્દીથી સારા થવાની શુભેચ્છા પાઠવી હતી.
સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલમાં હાલ કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર સ્ટાફ દ્રારા દિવસ રાત દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. આ સમયે પવિત્ર તહેવારોની શરૂઆત થઈ છે. ત્યારે કોરોનાને હરાવવા અને મેડિકલ કોલેજમાં દાખલ દર્દીઓને ઘર જેવુ હુંફાળુ વાતાવરણ મળી રહે તે ઉદ્દેશ્યથી દાખલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવવામાં આવી હતી.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હિંમતનગર મેડિકલ કોલેજમાં નર્સિંગ તાલિમના ઉત્તર ગુજરાતના પ્રતિનિધી જોત્સનાબેન ચૌધરી અને (ICN) નેહાબેન જોરાવીઆ તથા સમગ્ર નસિઁગ સ્ટાફ ભેગા મળીને પવિત્ર શ્રાવણ માસમા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કોરોના પોઝિટિવ વોર્ડમાં દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બાંધી તેમને જલદી સાજા થઈ જાય તે માટે અને લાંબુ આયુષ્ય મળે તે માટે શુભકામના પાઠવી હતી, સાથોસાથ જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ હિંમતનગર આઇશોલેશન વોર્ડમાં કામ કરતા ડોક્ટર, સ્ટાફ બ્રધર, નસિઁગ સ્ટુડન્ટ, તેમજ અન્ય કોરોના વોરીયર્સને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ જોકે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારા તમામ હોસ્પિટલમાં આવું વાતાવરણ સર્જાય તો દર્દીઓની નૈતિક હિંમત વધી શકે તે નક્કી બાબત છે.