સાબરકાંઠા જિલ્લાના મેટોડા નજીકથી મુુુસાફરોને લઇને જઇ રહેલી જતી જીપ અચાનક ઝાડ સાથે અથડાતાં ગોજારો અક્સમાત સર્જાયો હતો. જેને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપ અથડાતાં જ ઊંધી થઇ ગઇ હતી.
સાબરકાંઠામાં સર્જાયો ગોજારો અકસ્માત - jeep
સાબરકાંઠા: જિલ્લાના મેટોડા નજીકથી મુુુસાફરોને લઈને જઇ રહેલી જીપ એકાએક ઝાડ સાથે અથડાતાં અક્સમાત સર્જાયો હતો અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે, જીપ અથડાતાં જ ઊંધી થઇ ગઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો ગંભીર અકસ્માત
સાબરકાંઠા અને રાજસ્થાનની સરહદ પર આવેલ કોટડા પાસેથી મુસાફરો ભરેલી જીપ ખેડબ્રહ્મા તરફ જઈ રહી હતી. આ દરમિયાન મટોડા માર્ગેથી પસાર થતાં જીપ ચાલકે સ્ટેયરિંગ પરનું કાબૂ ગુમાવતા જીપ સીધી ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. જેને પગલે જીપમાં સવાર મુસાફરો વચ્ચે કોલાહલ અને દર્દના દ્રશ્યો સર્જાયા હતા.