સાબરકાંઠાઃ ગુજરાત રાજ્યની વિવિધ સહકારી શાખાઓમાં ચૂંટણી આવતાની સાથે જ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થતો હોય છે. ઠીકએ જ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સહકારી સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ગુજકોમાસોલની સાબરકાંઠા જિલ્લાની 144 સહકારી મંડળીઓ પૈકી 64 મંડળીઓની માન્યતા રદ કરી તેમના શેરની રકમ પરત આપતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
ગુજકોમાસોલએ ગુજરાતના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલા માલનું વેચાણ કરવા માટે મહત્વનો રોલ નિભાવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજકોમાસોલ દ્વારા જે કોઈ મંડળીઓ દ્વારા માલ-સામાનનું વેચાણ ન કર્યું હોય. તેવી સહકારી મંડળીઓ મામલે ગુજરાત રાજ્યના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અયોગ્ય મંડળીઓને દૂર કરવાનો ઠરાવ કરી તેમની રકમ ચેક દ્વારા જે તે મંડળીમાં મોકલતા જિલ્લાના સહકારી રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે. સામાન્ય રીતે ચૂંટણી આવતાની સાથે જ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ શરૂ થતું હોય છે.