ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, રાજકીય ભૂકંપ સર્જાયો - કોંગ્રેસ

સાબરકાંઠા: જિલ્લા પંચાયતમાં ભાજપના સાત તેમજ કોંગ્રેસના ચાર સભ્યોએ એકઠા થઇ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતાં સમગ્ર જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

Sabarkantha

By

Published : Sep 10, 2019, 4:54 AM IST

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કુલ 36 સદસ્યો પૈકી 29 સદસ્યો કોંગ્રેસના જિલ્લા ડેલિગેટ તરીકે ચૂંટાયા હતા. તેમજ ભાજપના સાત સભ્યો ચૂંટાયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ સામે કોંગ્રેસમાં વિરોધનો સૂર ઉઠતાં હવે ભાજપને જાણે કે બળતામાં ઘી હોય તે રીતે 14 સભ્યોનો ટેકો લઇ 21 સદસ્યોએ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

તેમજ કોંગ્રેસના 29 જિલ્લા સદસ્ય હોવા છતાં હાલમાં કોંગ્રેસના માત્ર 15 સદસ્યો વર્તમાન જિલ્લા પ્રમુખ સાથે છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસ ગુમાવે તેવી સ્થિતિ સર્જાઇ છે. જોકે આ સમગ્ર મામલે તૂટતી કોંગ્રેસ હવે સત્તા બચાવવા કેવા પ્રયાસ હાથ ધરે છે એ પણ મહત્ત્વનું બની રહે છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમા કુલ 36 સદસ્યો છે જે પૈકી કોંગ્રેસના 14 સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યો એમ કુલ ૨૧ સભ્યોએ આજે પ્રમુખસ્વામી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

તેમજ આગામી પંદર દિવસમાં પ્રમુખને વિશ્વાસ મત સાબિત કરવા માટે સમય અપાશે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં બે તૃતીયાંશ બહુમતી સાબિત થાય તો કોંગ્રેસની સત્તા જઈ શકે છે. જો કે આગામી અવિશ્વાસની દરખાસ્ત સમય કેટલા સભ્યો વિશ્વાસ મત આપે છે. તે હાલ જાણી શકાય નહીં તેમજ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે જે તે સભ્યની હાજરી તેમજ અવિશ્વાસ પ્રસ્તાવમાં સમર્થન થકી કોંગ્રેસની સત્તા ટકી પણ શકે છે તેમજ ગુમાવી પણ શકે છે.

ABOUT THE AUTHOR

...view details