રામ જન્મ ભૂમિ નિર્માણ સમિતિ દ્વારા હિંમતનગરમાં યોજાઈ પત્રકાર પરિષદ
8 લાખ ગામડા સુધી પહોંચવાનું આયોજન
15 કરોડ લોકો બનશે સહભાગી
ધન એકત્ર કરવાનો નથી પ્રયાસ
સાબરકાંઠા: જિલ્લામાં આજે બુધવારે રામ જન્મ ભૂમિ નિર્માણ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આગામી 40 દિવસમાં 10 લાખથી વધારે ગામડાઓ સુધી પહોંચવાની સાથે 15 કરોડ લોકોને રામ જન્મ ભૂમિમાં સહભાગી કરવાનું આયોજન કરાયું છે. આ સાથે જ સાબરકાંઠા જિલ્લામાં પણ 700થી વધારે ગામડાઓમાં 10,000 જેટલા કાર્યકર્તાઓએ થકી છેવાડાના વ્યક્તિ સુધી રામ મંદિરનો વિચાર પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
હિંમતનગરમાં રામ જન્મ ભૂમિ નિમિત્તે યોજાઈ પત્રકાર પરિષદ 15 કરોડથી વધારે લોકોને સીધા સહભાગી બનાવવાનો પ્રયાસ
ગત કેટલાય વર્ષોથી વિવિધ વિરોધાભાસ વચ્ચે રામ મંદિર નિર્માણનો સુપ્રીમ કોર્ટનો આદેશ થતાં હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે હજારો વર્ષ ચાલે તે પ્રકારે રામ મંદિર બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે હિંમતનગર ખાતે રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત રામ નામ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ મંદિર નિર્માણમાં એક સાથે કામે લાગવાના છે. આ ઉપરાંત જ ભારત દેશમાં 15 કરોડથી વધારે લોકોને સીધા સહભાગી બનાવવાનો પ્રયાસ કરવાની સાથે સાબરકાંઠા જિલ્લાના 700 જેટલા ગામડાઓમાં રામ મંદિરના વિચાર પહોંચાડવામાં આવશે. આ સાથે છેવાડાના વ્યક્તિની ઓછામાં ઓછી દાન આપવાની વૃત્તિને પણ રામ નિર્માણ સમિતિમાં મહત્વની ગણવામાં આવશે.
હિંમતનગરમાં યોજાઈ પત્રકાર પરિષદ
સાબરકાંઠાના હિંમતનગરમાં આજે બુધવારે રામ જન્મ ભૂમિ નિર્માણ સમિતિની બેઠક યોજાઇ હતી. જે અંતર્ગત આગામી સમયમાં ભારતના છેવાડાના વ્યક્તિ સુધી રામ જન્મ ભૂમિ નિર્માણ મંદિરમાં સહભાગી બનાવવા માટે કરાયેલા આયોજનની વિગતો રજૂ કરાઈ હતી. જેમાં આગામી સમયમાં 8 લાખ ગામડાઓના 15 કરોડ જનસંખ્યા સુધી પહોંચવા માટેનું પ્રમાણિક પ્રયાસ કરાશે. આ સાથે કરોડોના ખર્ચે રામ મંદિરની સાથે છેવાડાના વ્યકતિને પ્રત્યેક સુવિધા મળી રહે તે માટેનો અત્યાધુનિક રામ મંદિર બનાવશે.
હિંમતનગરમાં રામ જન્મ ભૂમિ નિમિત્તે યોજાઈ પત્રકાર પરિષદ ધન એકત્રિત કરવાનો નથી પ્રયાસ
રામ જન્મ ભૂમિ નિર્માણ સમિતિ દ્વારા આજે બુધવારે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, રામ મંદિર માટે કેટલાય ભારતીય કરોડોનું દાન કરી શકે તેમ છે. જો કે, નાનામા નાના વ્યક્તિને સમાવિષ્ટ કરવો હોય તો પ્રત્યેકના ઘરે જવું જરૂરી છે. જે અંતર્ગત દરેક ભારતીયને રામ મંદિર પોતાનું લાગે તે માટેનો પ્રયાસ કરાશે. જો કે, ધન એકત્ર કરવાનો પ્રયાસ હોત તો હજારો ભારતીયો કરોડોનું દાન આપી શકવાની સાથે સાથે ભારત સરકારનો પણ શ્રેષ્ઠ સહયોગ લઇ કરવો રૂપિયા ભેગા કર્યા હોત. જો કે, રામ વિચાર સાથે રામ મંદિરનું સર્જન થાય તે પાયાની બાબત હોવાને પગલે છેવાડાના વ્યકતિને જોડવાનો પ્રયાસ કરાશે.
15 કરોડ ભારતીયોને બનાવાશે ભાગીદાર
ભારતના 8 લાખ ગામડાઓમાં હજારો કાર્યકર્તાઓ રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ સમિતિ અંતર્ગત પ્રત્યેકના ઘરે જઈ રામ મંદિર નિર્માણ માટે સહયોગ મળશે તેમ જ તેમને રામમંદિર સાથે જોડવાનો પ્રયાસ કરશે. સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પ્રખંડ થકી 700 જેટલા ગામડાઓમાં 10,000થી વધારે કાર્યકરો થકી પ્રત્યેક વ્યક્તિના ઘર સુધી પહોંચી રામ મંદિર તેમજ રામ વિચારને ઉજાગર કરાશે. જો કે, આગામી સમયમાં પ્રત્યેક વ્યક્તિ રામ મંદિર સાથે જોડાય તે જરૂરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કેટલાક ભારતીયો આ વિચારને અનુરૂપ બની રહે છે.