ગુજરાત

gujarat

ETV Bharat / state

નવજાત બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો - child was buried in ground

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક ખેતરમાંથી જમીનમાં( newborn girl in Himmatnagar )દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ બનાવ બાદ માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને ગણતરીના કલાકોમાં માતા પિતાની ધરપકડ કરી છે.

નવજાત બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
નવજાત બાળકીને જમીનમાં દફનાવનારા કઠણ કાળજાના મા - બાપ ઝડપાયા, બાળકીને દાંટવા પાછળ ચોંકાવનારો ખુલાસો કર્યો

By

Published : Aug 6, 2022, 4:28 PM IST

સાબરકાંઠા:એક તરફ બેટી બચાવો બેટી પઢાવો ના નારા લાગી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ગતરોજ નવજાત બાળકીને જમીનમાં દાટી (girl was buried in ground)દેવાયેલી મળી આવી હતી. આ બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં( newborn girl in Himmatnagar)સગી જનેતા સહિત તેના પિતાને અટકાયત કરી સમગ્ર મામલાનું ભેદ ઉકેલ્યો છે. જોકે ક્યારેક ક્યારેક આર્થિક પાસુ નબળું હોય તો મમતાની મૂર્તિ ગણાતી માસુમિયતને પણ દફનાવવી પડે તેવી ઘટના ખુલી છે.

બાળકીને જમીનમાં દફનાવી દીધી

નવજાત જન્મેલી દીકરીને જમીનમાં દાટી દેવાયેલી મળી -સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક ગતરોજ નવજાત જન્મેલી દીકરીને જમીનમાં દાટી દેવાયેલી મળી આવી હતી.સ્થાનિક ખેતી મજૂરો સહિત UGVCLમાં કામ કરનારા કર્મચારી દ્વારા 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક તબક્કે અધૂરા માસે દીકરી જન્મી હોય તેવો ખુલાસો (child was buried in ground)થયો હતો. હિંમતનગર સિવિલ વિભાગ દ્વારા દીકરીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જોકે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સંપૂર્ણ ગંભીરતાથી તપાસ હાથ ધરી દીકરીને દફનાવવા માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવા સમગ્ર તંત્ર કામે લગાડી હતી.

આ પણ વાંચોઃઅહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી

માતા પિતાની પ્રાથમિક પૂછપરછ -પોલીસે આ બાબતે મોડી રાત્રે વિવિધ ત્રણ ટીમો બનાવી હતી. આ બનાવના પગલે પોલીસે ભિલોડા નજીકથી દીકરીના માતા પિતા ઝડપી પાડ્યા હતા. બાળકીના માતા પિતા જાનના દુશ્મન બન્યા હોય તેમ જમીનમાં દાટવાનો ગુનો કર્યો હતો. જો કે માતા પિતાની પ્રાથમિક પૂછપરછમાં જ દીકરીની માતા પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારના ખર્ચ સહિત દીકરી હોવાના પગલે તેનો નિકાલ કરવાના ભાગરૂપે જમીનમાં દફન કરવાનો નિર્ણય લેવાયો હતો. માતાએ દીકરીને હાથથી ખુલ્લા ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી. તેમજ પિતા આ સમગ્ર ઘટના કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખી રહ્યો હતો.

આ પણ વાંચોઃઆખરે માવતર કમાવતર થઈ જ ગયું! 7 માસની બાળકીને દાટી દેનારા માતાપિતા ઝડપાયા

દીકરીને બચાવવા તનતોડ પ્રયાસ -આ ઘટનાને અંજામ આપી બન્ને ઘટનાની જગ્યાએથી ફરાર થઈ ગયા હતા. ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરો દ્વારા આ મામલે આસપાસના લોકોને જાણ કરાયા બાદ 108 મારફતે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવાનો નિર્ણય પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગએ પણ લીધો છે. તેમજ હાલમાં દીકરી ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત આરોગ્ય વિભાગ પણ નવજાત દીકરીને બચાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યું છે. આગામી સમયમાં કુદરતનો ચમત્કાર બની રહેલી દીકરી કેટલી ખુશી આપનારી બની રહેશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details