ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં શોષકુવાના ખોદકામ દરમિયાન એકનું મોત - Himmatnagar News

સાબરકાંઠાઃ હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં શોષ કુવાના ખોદકામ દરમિયાન બાજુમાં રહેલા શોષ કુવો અચાનક ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.

સાબરકાંઠાના હિંમતનગરમાં શોષકુવાના ખોદકામ દરમિયાન એકનું મોત

By

Published : Oct 24, 2019, 8:12 PM IST

શોષ કુવાના ખોદકામ દરમિયાન શોષ કુવો ધરાશાયી થયો હતો. જેમાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના પગલે યુવકને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકના મોત થયું હતું. મોટાભાગે શહેરી વિસ્તારમાં શોષકુવા તેમ જ ગટરનું ખોદકામ કરવા માટે અનુભવી લોકોને બોલાવતા હોય છે. જોકે ક્યારેક-ક્યારેક અજાણતા ગટર યોજના પણ મોતનું કારણ બનતા હોય છે શોષકુવો બનાવવા માટે ખોદકામ શરૂ હતું તે દરમિયાન બાજુમાં રહેલો શોશકુવો ધરાશાયી થઈ જતાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો.

તેમજ ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે યુવકને બહાર લઇ આવી ૧૦૮ની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. જોકે શોશકુવાના ખોદકામ દરમિયાન સતર્કતા રાખવામાં આવી હોત તો યુવકનો બચાવ થઈ શક્યો હોત તે નિર્વિવાદ બાબત છે.

ABOUT THE AUTHOR

...view details