ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં NCC કેડેટ્સે માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યું - માસ્ક વિતરણ

કોરોના સામેની જંગમાં 34 ગુજરાત બટાલીયન હિંમતનગરના કેડેટસ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં માસ્કનું નિર્માણ કરી જરૂરીયાતમંદોને 1500 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

sabarkantha, Etv Bharat
sabarkantha, Etv Bharat

By

Published : May 27, 2020, 8:02 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં એન.સી.સી કેડેટ્સ દ્રારા માસ્ક નિર્માણ થકી જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે. કોરોના વાઈરસ અંતર્ગત દેશ ના આ યુવા સેનાએ સાબીત કરી બતાવ્યું છે. એન.સી.સી કેડેટસ લોકડાઉનના અમલ માટે પોલીસ સાથે રહી ડ્યુટી કરવાની સાથે સમય મળે ત્યારે માસ્કનુ નિર્માણ કરે છે અને જરૂરીયાત મંદને પહોંચાડે પણ છે.

કોરોના સામેની જંગમાં 34 ગુજરાત બટાલીયન હિંમતનગરના કેડેટસ દ્રારા સાબરકાંઠા જિલ્લામાં માસ્કનુ નિર્માણ કરી જરૂરીયાતમંદો સુધી પહોંચી શકે તે માટે જિલ્લા કલેક્ટરને 1500 માસ્ક આપવામાં આવ્યા હતા. સાબરકાંઠા અને ગુજરાતમાં હાલ કોરોનામાં લોકડાઉનના અમલ માટે પોલીસની સાથે એન.સી.સી કેડેટસ ખડે પગે છે.

કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ વધ્યો છે. સામે માસ્કની માંગ વધવાથી ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી માસ્ક પહોચાડવા માટે કોરોના વોરીયર્સ એવા એન.સી.સી કેડેટસ મેદાને ઉતર્યા છે. કોરોનાથી રક્ષણ માટે માસ્ક પહેલી જરૂરીયાત બન્યા છે. આ સમયમાં દેશ સેવાને વરેલા એન.સી.સી કેડેટસ દ્રારા 1500 જેટલા માસ્કનું નિર્માણ કરી કલેક્ટરને આપવામાં આવ્યા હતા. જેથી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડી શકયા. આ સાથે કેડેટસ છેલ્લા 43 દિવસથી પોલીસની સાથે જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે.

દેશમાં જ્યારે જ્યારે કોઇ આફત આવી હોય ત્યારે એન.સી.સી કેડેટ્સ હંમેશા દેશ સેવામાં હાજર રહ્યા છે. કારગીલ હોય કે કોરોના દેશ પહેલાએ આ યુવા સેનાએ સાબીત કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details