સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલું વિલાસપુર ગામ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીમાં સડપાયું છે. આ ગામમાં 180 લોકોની સામે 20થી વધારે લોકો કેન્સર નામની બીમારીમા સપડાઇ ચૂકયા છે. જેમાંથી 10થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ પણ 10થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે, ત્યારે આ સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગ હજુ ઘોર નિદ્રામાં ઊંઘતું હોય તેવો ઘાટ સર્જાયો છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં કેન્સરથી વધુ એકનું મોત, તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં - કેન્સર
સાબરકાંઠા: પ્રાંતિજના વિલાસપુર ગામમાં કેન્સરને લઇને વધુ એકનું મૃત્યુ થતાં આસપાસના ગામમાં પણ કેન્સરને લઇ લોકો ચિંતામાં મૂકાયા છે. આ સમયે આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું છે.
સામાન્ય રીતે સમગ્ર ગામમાં કોઈ જીવલેણ બીમારી આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘટના સ્થળે જઇ અને તકેદારીના પગલાં લેવા સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ આ મુદ્દે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે.
જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસ પુરા ગામે 10થી વધારે લોકોને કેન્સરની બીમારી ભરખી ગઈ છે તેમજ ગત રોજ વધુ એક મહિલાનું મૃત્યુ થતાં ગામમાં પણ લોકોનો રોષ વધી રહ્યો છે. જો કે આજદિન સુધી આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કામગીરી થઇ શકી નથી. જેના પગલે ગામમાં રહેતા લોકો પણ આ મુદ્દે આગામી સમયમાં કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.