ગુજરાત

gujarat

ETV Bharat / state

હાથરસમાં બનેલી ઘટનાનો વિરોધ કરતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રસના 15થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ઉત્તર પ્રદેશના હાથરસમાં થોડા દિવસો પહેલા કંપાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેની ગૂંજ દેશભરમાં ઉઠી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પણ હાથરસની ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે કોંગ્રેસના 15 કાર્યકર્તાઓની આ મામલે અટકાયત કરી હતી.

By

Published : Oct 5, 2020, 7:47 PM IST

હાથરસમાં બનેલી ઘટનાનો વિરોધ કરતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રસના ૧૦થી વધુ કાર્યકર્તાઓની અટક
હાથરસમાં બનેલી ઘટનાનો વિરોધ કરતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રસના ૧૦થી વધુ કાર્યકર્તાઓની અટક

ઉત્તરપ્રદેશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં થોડા દિવસો પહેલા કંપાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેની ગૂંજ દેશભરમાં ઉઠી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પણ હાથરસની ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે કોંગ્રેસના 15 કાર્યકર્તાઓની આ મામલે અટકાયત કરી હતી.

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પગલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા જિલ્લા પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓ સહિત જિલ્લા પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. સાબરકાંઠાના હિમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી યોગી સરકાર સામે સવાલ કરતા બેનરો રજૂ કર્યા હતા. સાથોસાથ સરકારની આ મામલે નક્કર કામગીરીના અભાવની પણ વાત કરવામાં આવી હતી. જેના પગલે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ બેનરો સાથે યોગી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના પગલે જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. જેમાં 15થી વધુ કાર્યકર્તાઓ સહિત જિલ્લા પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. કોરોના કાળ વચ્ચે લોકોનો જમાવડો જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details