જી હાં, આજના યુથ માટે જે મોબાઈલ જીવ કરતાં પણ વધારે વ્હાલો બની ગયો છે, તે મોબાઈલ સાબરકાંઠાના ગાંધીપુરાના ભરતભાઈ માટે મુસીબત બની ગયો છે. ભરતભાઈને છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ મોબાઈલ તેમના ડાબા હાથમાં ચોંટી જતો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે,.
સાબરકાંઠાના ગાંધીપુરામાં અચરજ પમાડે તેવો કિસ્સો આવ્યો સામે, વાંચો આ અહેવાલમાં - સાબરકાંઠા
હિંમતનગરઃ ગાંધીપુરા ગામના ભરતભાઈ પાસે કંઈક એવું બની રહ્યું છે જેના કારણે તેમના સહિત ગામ અચરજમાં મુકાઇ ગયું છે. યુવાનો જે વસ્તુ પ્રત્યે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે તેવો મોબાઈલ કેમ અને કેવી રીતે ભરતભાઈ પ્રત્યે આકર્ષણ ધરાવે છે? આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં...
જમણાં હાથે પણ નહીં પણ ફક્ત ડાબા હાથે જ કેમ મોબાઈલ ચોંટી જાય છે, તે વાતથી ભરતભાઈ પોતે અજાણ હોવાનો દાવો કરી રહ્યાં છે. તેમની સાથેની આ ઘટનાને કારણે તેઓ હાલ સમગ્ર ગામમાં ચર્ચામાં આવી ગયા છે. લોકો તેમની સાથે બની રહેલી આ ઘટના નિહાળવા માટે જઈ રહ્યાં છે. આ જોઈ સૌ કોઈ અચરજ પામે છે અને ગામના યુવાનો પણ પોતાના હાથે મોબાઈલ ચોંટે છે કે કેમ? તે તપાસ કરી રહ્યાં છે.
જો કે, ETV ભારત આવી કોઈ ઘટના કે હકીકત હોવા અંગે પુષ્ટિ કરતું નથી. પરંતુ સત્ય શું છે તે જાણવા સૌ કોઈ આતુર બન્યા છે.