ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં મહિલા હેલ્થ વર્કરો મોબાઈલથી પરેશાન, મોબાઈલ પરત લેવાની કરી રજૂઆત

સાબરકાંઠા : જિલ્લાની 250 ફિમેલ હેલ્થ વર્કરોએ ટેકો મોબાઈલ થી માનસિક પરેશાન થઈ જિલ્લા આરોગ્ય કચેરીએ મોબાઈલ જમા કરાવવા એકઠા થયા હતા. જિલ્લા અધિકારીની મધ્યસ્થી કરતા 15 દિવસની મુદત આપવામાં આવી છે.

etv bharat sabarkantha

By

Published : Aug 6, 2019, 10:54 PM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત કચેરીમાં આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કરની કામગીરી સિવાય વધારાની કામગીરીની મોબાઈલમાં એન્ટ્રી કરવાને લઈને વિરોધ ઉભો થયો હતો. જેમાં એક વર્ષ પહેલા આરોગ્ય વિભાગે મોબાઈલ આપ્યા હતા. આ મોબાઈલને ટેકો મોબાઈલ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ટેકો મોબાઈલમાં 24 કલાક કામગીરીનું ભારણ વધતા માનસિક તણાવ અનુભવતા હતા. જેના પગલે આજે સાબરકાંઠાના 8 તાલુકાના 43 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 250 ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરી ટેકો મોબાઈલ પરત લેવા આવેદનપત્ર આપ્યું હતું. હંગામી ધોરણે જિલ્લા આરોગ્ય અધિકારીએ મોબાઈલ મુદ્દે આગામી 15 દિવસમાં નિર્ણય લેવા જણાવ્યું હતું.

સાબરકાંઠામાં મહિલા હેલ્થ વર્કરો ટેકો મોબાઈલથી પરેશાન

ABOUT THE AUTHOR

...view details