સાબરકાંઠા : હિમતનગર ખાતે આજે આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણા એ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ ઝુંબેશનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓથી વંચિત રહી ગયેલા જરૂરીયાતમંદ લાભાર્થીઓ સુધી અમલીકરણ અધિકારીઓ લાભાર્થી સુધી પહોંચે અને તેમને એક મહિનાની અંદર જ જેતે લાભાર્થીઓને લાભ પહોંચે તે સુનિચ્ચિત કરવાનું રહેશે. સરકારની તમામ યોજનાઓ જેવી કે ગંભીર રોગોથી પીડાતા લોકોની ઓળખ કરી યાદી મેળવી ‘મફત તબીબી સહાય યોજના’નો લાભ વ્યક્તિગત આપી સાથે સાથે આ લાભાર્થીઓને અંત્યોદય કાર્ડનો લાભ આપવા જણાવ્યુ હતું.
સાબરકાંઠાના હિંમતનગરમાં આદિજાતિ વિકાસ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ - SABARKANTHA
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ કમિશ્નર દિલિપ રાણાની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની યોજનાઓથી કોઇ કારણોસર વંચિત રહી ગયેલા લાભાર્થીઓને લાભ આપવા માટેની વિશેષ ઝુંબેશ “ જન વિકાસ ઝુંબેશ” અંગે બેઠકમાં વિગતે વિસ્તૃત સમજૂતી આપી હતી.
વધુમાં જણાવતા કહ્યું કે જે લાભાર્થીઓ બેંક ખાતાના અભાવે લાભ લઈ શકતા નથી તેવા લાભાર્થીઓના તાત્કાલિક બેંક ખાતા ખોલાવવા પાયાના કાર્યકરો-કર્મચારીઓએ મદદરૂપ થાય તેમ જણાવ્યું હતું. સર્ગભાઓની યાદી મેળવી આ લાભાર્થીઓના ખાતામાં પી.એમ. માતૃવંદના યોજનાનો લાભ આપવા યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું.
આ ઝુંબેશમાં પી.એમ. કિસાન યોજના, વયવંદના સહાય, પી.એમ.એ.વાય. હેઠળ આવાસ યોજના,આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ , પ્રધાનમંત્રી વીમા યોજના/ રૂપી કાર્ડના લાભ, વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ જે ૬૦ વર્ષ ઉપર છે અને નિ:સંતાન છે તેઓની યાદી વીજળી વિનાના ઘર, દિવ્યાંગો, એન.એફ.એસ.એ કે અત્યંત ગરીબ અને જેઓને ખરેખર બી.પી.એલ. કાર્ડની જરૂર છે તેવા કુટુંબોની યાદી ધોરણ ૧૦, ૧૨ કે કોલેજ પાસ બેરોજગાર યુવાનો જે બેંક લોન લઈ રોજગારી મેળવવા માંગતા હોય, કાચા મકાનમાં રહેતા કુટુંબો સાથે કુંવરબાઇ મામેરા યોજના અંતર્ગત ૧૮ વર્ષથી વધુ વયની દીકરી કે, જેના છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય તેવા તમામ લાભાર્થીઓની યાદી બનાવવા અંગે અધિકારીઓને કમિશ્નર દિલીપ રાણાએ આહવાન કર્યુ હતું. જોકે બનાવાયેલી યાદીઓનો સંપૂર્ણ ઉપયોગ થાય તો છેવાડાના વનવાસી સુધી સરકારનો સાચો લાભ પહોંચે તે નિશ્ચિત છે. જોકે આવું ક્યારે બનશે તે તો આગામી સમય જ બતાવશે.