- ઇડરમાં આઠ દિવસનો સ્વૈચ્છિક લોકડાઉન પુરું
- કોરોના સંક્રમણ રોકવા લેવાયો હતો નિર્ણય
- કોરોનાનું સંક્રમણ વધુ એકવાર વ્યાપક રીતે ફેલાવાનો ભય રહેલો છે
સાબરકાંઠા:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વ્યાપક રીતે વધી રહી છે, ત્યારે સાબરકાંઠાના ઇડરમાં એક સપ્તાહ પહેલા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ઇડરમાં તમામ બજારો આવતીકાલથી ફરીથી ધમધમતા થશે. જો કે, આ સંક્રમણ કેટલાક અંશે કાબુમાં આવે તે પહેલા બજારો ફરી ધમધમતા થવાના પગલે વધુ એક વખત કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવનાઓ રહેલી છે.
સાબરકાંઠાના ઇડરમાં આવતીકાલથી બજારો ધમધમશે આ પણ વાંચોઃમહુવા માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ
ઇડરમાં એક સપ્તાહ અગાઉ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં એક સપ્તાહ અગાઉ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વેપારી એસોસિએશન મંડળ તેમજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સામૂહિક રૂપે લેવાયેલા આ નિર્ણયથી એક સપ્તાહ સુધી તમામ વેપારી મંડળ સહિત નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં વહીવટી તંત્ર પણ ભાગીદારી બન્યું હતું. જો કે, કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવે તે પહેલા જ આવતીકાલથી બજાર ફરીથી શરૂ થવા જઈ રહ્યા છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ વધુ એકવાર વ્યાપક રીતે ફેલાવાનો ભય રહેલો છે.
સાબરકાંઠાના ઇડરમાં આવતીકાલથી બજારો ધમધમશે આ પણ વાંચોઃસાબરકાંઠાના માર્કેટ યાર્ડ આજથી બંધ, એક સપ્તાહ બાદ તમામ માર્કેડ યાર્ડ ફરી ધમધમશે
કોરોનાનું સંક્રમણ યથાવત્ રહે તેવી સંભાવનાઓ છે
એક તરફ કેટલાક લોકો માટે ધંધા-રોજગાર સહિત આર્થિક રીતે ટકી રહેવા માટે બજારો ખુલ્લા રહે તે જરૂરી છે, ત્યારે બીજી તરફ કોરોનાના સંક્રમણનો ભય પણ એટલો જ વ્યાપ્ત છે. જો કે, આવતીકાલ ગુરુવારથી ઇડરના બજારો ફરી ધમધમતા થશે, તો કોરોનાનું સંક્રમણ યથાવત્ રહે તેવી સંભાવનાઓ છે.