ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી પ્રાથમીક શાળા, બાળ અભ્યારણ છે ખાસ

એકતરફ ખાનગી શાળાઓ કમરતોડ ફી લઇ આદર્શ શિક્ષણના (primary school that rivals even private schools) નામે ધમધમી રહી છે ત્યારે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી પ્રાથમીક શાળા શોધવી મુશ્કેલ બની શકે છે. સાબરકાંઠાના ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળાના (Kesharpura primary school of Sabarkantha) વિદ્યાર્થીઓ માટે બાળ અભ્યારણ બનાવ્યું (children sanctuary for the students) છે. સ્કુલ બાળકોની મરજી મુજબથી ચાલે છે. આરોગ્ય ચકાસણી બાળકો જ કરે (health check up by students) છે અને બાળકો શિક્ષણની ખેતીનું પણ શિક્ષણ સાથે મેળવે (Agricultural education for students) છે.

model primary achool of Kesharpura Sabarkantha
model primary achool of Kesharpura Sabarkantha

By

Published : Dec 29, 2022, 4:11 PM IST

Updated : Dec 29, 2022, 4:51 PM IST

ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી પ્રાથમીક શાળા

સાબરકાંઠા:આમ તો બાળકોના વાલીઓ એમ માને છે કે સરકારી શાળામાં પુરતી સવલતો હોતી નથી અને તેના કારણે તેઓ ખાનગી શાળાઓમાં મસમોટી ફી ભરીને બાળકોને અભ્યાસ અર્થે મોકલતા હોય છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના કેશરપુરા ગામની પ્રાથમિક શાળની (Kesharpura primary school of Sabarkantha) વાત જ કઈક અલગ છે. કેશરપૂરા પ્રાથમિક શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળ અભ્યારણ બનાવવામાં આવ્યુ (primary school that rivals even private schools) છે. પ્રાથમિક શાળામાં બાળકોની મરજી પ્રમાણે થાય છે. શાળામાં કોઈ બાળક પુસ્તક લાવવાનુ ભુલી ગયો હોય તો શાળાની તમામ દિવાલ પર વિવિધ સુત્રો, ગણિત- વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સંકૃતનુ વ્યાકરણ, ઉપરાંત દીમાગ કી બત્તી જલાઓના શબ્દો લખેલ છે. જે સાચા અર્થમાં સાર્થક છે જેને લઈને બાળકો અભ્યાસ કરે છે.

શાળામાં બાળકો જ બાળ ડોકટર તરીકેની કામગીરી કરે છે

સેનેટરી પેડ પણ અહિથી જ સસ્તા દરે અપાય છે:વાત કરીએ આરોગ્યની તો આ શાળામાં બાળકો જ બાળ ડોકટર તરીકેની કામગીરી કરે છે. શાળામાં તામામ બાળકોનું આરોગ્ય પરિક્ષણ પણ સ્કુલ દ્વારા કરાવવામાં આવ્યું છે. શાળાનાં બાળકો માટે બાળ ડોકટરની તમામ ટ્રેનીંગ આપવામાં આવી છે જે તમામ બાળકોનાં નાક, કાન ,આંખો, નખ તેમજ આરોગ્યની તપાસણી કરે છે અને જો બાળકો સ્વચ્છ થઈને ન આવ્યા હોય તેમણે સલાહ પણ અપાય છે. શાળાની શિક્ષીકાઓ અને શિક્ષકો તમામ બાળકોને પોતાની બાળકની જેમ જ સાચવે છે અને બાળકીઓને લગતી તમામ સમસ્યાઓ અંગે તેમના વાલીઓને પણ જાણ કરે છે. સેનેટરી પેડ પણ અહિથી જ સસ્તા દરે અપાય છે. કુપોષિત બાળકોની પણ અહિ નોંધ કરવામાં આવે છે. બાળકોના વાલીઓને પણ જાણ કરવામાં આવે છે કે તેમના બાળકો કુપોષિત છે તો શિક્ષકો અને વાલીએ પણ બાળકો જાતે જ પોતાની કાળજી લઈને પૌષ્ટિક આહાર આપી તંદુસ્ત બનાવે (Kesharpura primary school model school Sabarkantha) છે.

કેશરપુર પ્રાથમિક શાળાનું શાળા બજાર

શ્રેષ્ઠ નાગરિક બનાવનાર શિક્ષણ:શાળામાં ખેલકૂદની સાથે આગામી સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવાની જવાબદારી શાળા પરિવારે સ્વીકારી છે અને તેના પરિણામો પણ દેખાય છે. પ્રાથમિક શાળામાં કેસર ઔષધ બાગનું નિર્માણ કરાયું (Saffron Medicinal Garden) છે જ્યાં વિવિધ વનસ્પતિઓના વેલ અને પાન દ્વારા ભારતની પરંપરા આધારિત આયુર્વેદિક પદ્ધતિથી બાળકોના આરોગ્યની ચકાસણી કરી તેની ખાસ સમજ અપાય (health check up of children with Ayurvedic method) છે. આ માટે સ્કૂલના શિક્ષક સહિત બે બાળ આયુર્વેદના જાણકાર પણ તૈયાર કરાયા છે. જે પોતાની શાળા પરિવાર સહિત ઘર અને ગામ માટે પણ આયુર્વેદ પદ્ધતિ અપનાવે છે.

સ્કુલ બાળકોની મરજી મુજબથી ચાલે છે

આ પણ વાંચોઆંખની હોસ્ટિલ માટે અનોખું ડોનેશન, કિર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયાએ રંગ જમાવ્યો

ખોયા-પાયા બોક્ષ: કેશરપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક્નો ચાર્જ સંભાર્યા બાદ બાળ અભ્યારણની શરૂઆત કરવામાં આવી ધીમે ધીમે બાળકો અને શિક્ષકોએ પણ સાથ આપતા આજે શાળા બીજી શાળાઓ કરતા અલગ (children sanctuary for the students) છે. ખાનગી શાળાઓમાંથી પણ 100થી વધુ બાળકો આ પ્રાથમિક શાળામાં આવ્યા છે કારણ કે આ શાળાનુ ભણતર, શાળાનુ ગ્રાઉન્ડ, શાળાની વિવિધ પ્રકારની પ્રવૃતીઓ, તો શાળામાં બાળકોને દિવસ દરમિયાન કરવામાં આવતી પ્રવૃતીઓનુ પણ એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યુ છે. શાળામાં બાળ દુકાન કે જ્યા બાળકો જાતે જ ખરીદી કરે છે એ પણ નજીવા દરે, ફરિયાદ બોક્ષ જેમાં કોઈપણ મુઝવણના પ્રશ્નો હોય તો લખીને મુકવામાં આવે છે. ખોયા પાયા નામનુ બોક્ષ પણ રખાયુ છે અને જેના કારણે બાળકોને શાળામાંથી જે કઈ પણ મળી આવ્યુ હોય તે ખોયા પાયા બોક્ષમાં મુકાય (lost found box) છે. સાથોસાથ શાળામાં ખેતીનું પણ શિક્ષણ અપાય છે. આયુર્વેદિક પદ્ધતિથી ખેતીની સમજ આપવામાં આવે (Kesharpura primary school model school Sabarkantha) છે.

સાબરકાંઠાના ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળા

આ પણ વાંચોપતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ

આજનું બાળક આવતીકાલનું શ્રેષ્ઠ નાગરિક: આમ કેશરપુરા પ્રાથમિક શાળાની અનોખી પહેલથી શાળામાં ભણતા બાળકોની IQ લેવલમાં વધારો થવાની સાથે બાળકો પોતાના આરોગ્યની પણ જાતે જ ધ્યાન રાખવા લાગ્યા (Kesharpura primary school model school Sabarkantha) છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ શાળામાં આવવા લાગ્યા છે. જો આવી પ્રવુતિ દરેક શાળાઓમાં ચાલુ કરવામાં આવેતો તમામ બાળકો નીરોગી બને અને ખાનગી શાળાઓમાં કોઈ વાલીઓ ખોટા રૂપિયા ખર્ચે પણ નહિ. જો કે આજનું બાળક આવતીકાલનું શ્રેષ્ઠ નાગરિક બને તેમ જ શૈક્ષણિક અભ્યાસક્રમ સહિત સામાજિક અને નૈતિક શિક્ષણ પણ મેળવવાના હેતુસર સમગ્ર શાળા પરિવાર કામે લાગ્યો (Kesharpura primary school model school Sabarkantha) છે. જેના પગલે વિવિધ સંસ્થાઓ સહિત વર્લ્ડ બેન્ક અને વિશ્વની નામાંકિત સંસ્થાન તેમજ લોકો શાળાની મુલાકાત લઈ રહ્યા છે. જો કે શાળાના આચાર્યનું માનીએ તો આવતીકાલના નાગરિક માટે પાયા રૂપ શિક્ષણ આપવાની ઝુંબેશ તમામ શાળાઓમાં શરૂ કરાય તો શ્રેષ્ઠ ગુજરાતનું સૂત્ર સાર્થક થાય તેમ (Kesharpura primary school model school Sabarkantha) છે.

કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળ અભ્યારણની શરૂઆત

શિક્ષકોને જાય છે શ્રેય: જો કે એક તરફ દિન પ્રતિદિન ખાનગી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓની આંધળી દોડ છે ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં સંપૂર્ણ સુવિધાઓ સાથે શ્રેષ્ઠતમ શિક્ષણ આપવાની સ્થાનિક શિક્ષકો સહિત આચાર્યની મુહિમના પગલે જિલ્લા કક્ષાએ પણ પ્રાથમિક શાળાનું નામ પ્રથમ હરોળમાં લેવાય છે. આ શાળાએ રાજ્ય તેમ જ રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ હરીફાઈઓમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે. હાલના તબક્કે સ્કૂલમાં તેમજ ગામ સહિત સમગ્ર જિલ્લામાં મોટાભાગના આચાર્ય સહિત શિક્ષણવિદો માટે કેસરપુરા પ્રાથમિક શાળા આદર્શ શાળા બની ચૂકી છે. તેમજ સ્થાનિક બાળકો માટે સંસ્કારોની જનની બની રહી છે જેના પગલે અન્ય શિક્ષકો માટે પણ આશાવાદ અભ્યાસની પાયારૂપ ભૂમિકા ભજવી રહી (Kesharpura primary school model school Sabarkantha)છે.

Last Updated : Dec 29, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details