સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ, ભિમાક્ષી અને કૌસુંબી નદીના ત્રિવેણી સંગમ પર આસપાસના તાલુકા તેમજ સમગ્ર વિસ્તારના લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે. આ વિસ્તારમાં ભૃગુ ઋષિનો આશ્રમ તેમજ કર્મ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન બ્રહ્માજી ખેડા કરવા જતા ખેડબ્રહ્મા નગરીની સ્થાપના થઇ હતી અને સાથો સાથ ભૃગુ ઋષિના કર્મ સ્થાન અને ત્રણ નદીઓના સંગમના પગલે આ વિસ્તારને ભગવાનની ભૂમિ તરીકે પણ ઓળખાય છે.
આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠામાં સ્થાનિકોનું ઘોડાપુર ઉમટ્યું
સાબરકાંઠાઃ ભારતને ઉત્સવોનો દેશ ગણવામાં આવે છે. અહીં, હર્ષોલ્લાસથી દરેક ધર્મના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ આજે ઉજવવામાં આવતી કાર્તિકી પૂર્ણિમાને મોક્ષિદા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્માનું અનેરું મહત્વ છે. આજના દિવસે અહીં આવેલા ભૃગુ ત્રિવેણી સંગમ પાસે કોઇપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન થાય તો તેને મોક્ષ મળે તેવી વાયકા છે.
કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠામાં સ્થાનિકોનું ઘોડાપુર
આજના દિવસે ત્રણ મુખ પાસે કોઈપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન કરવામાં આવે તો તેના તમામ પાપો દૂર થાય છે અને જે તે વ્યક્તિને મોક્ષ મળે છે. આવી પ્રચલિત લોકવાયિકાના પગલે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે. તેમજ માતૃ તર્પણ અને પિતૃ તર્પણ કરે છે. સાથો સાથ સ્વજનો પણ સ્નાન કરવાના પગલે પાપો દૂર થવાની વાયિકા પણ ચર્ચિત છે.