સાબરકાંઠાઃ ઇડરના પ્રસિદ્ધ પાવાપુરી જલ મંદિરમાં છેલ્લા 20 વર્ષથી આશ્રય લઇ રહેલા બે જૈનાચાર્યોની કથિત વીડિયો ક્લિપ સુરતની પરણિતાએ પોલીસને રજૂ કરતા પોલીસે આ મામલે વ્યભિચાર સહિતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમ જ બન્ને જૈનાચાર્યોની ધરપકડ કરી હતી. સોમવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હોવા છતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી શરતી જામીન આપ્યા હતા.
એક તરફ સંયમના પાઠ શીખવનારા બન્ને જૈનાચાર્ય દ્વારા યુવતિ પર વ્યભિચારની વીડિયો ક્લિપ બહાર આવતા સમગ્ર જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. જો કે, પોલીસે આ મામલે વ્યભિચારની ફરિયાદ દાખલ કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ આજે સોમવારે ઇડર કોર્ટમાં બંનેને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પાર્ટી પોલીસના રિમાન્ડ અરજી ફગાવી બન્ને જૈનાચાર્યોના જામીન મંજૂર કરતાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજમાં ભારે ખળભળાટ મચ્યો છે.
આ મામલે જૈન આચાર્યોના વકીલે જણાવ્યું હતું કે, ન્યાયાલયના ચૂકાદાને અમે વધાવીએ છીએ, તેમજ ન્યાયાલય જે તે બાબતોનું મૂલ્યાંકન કરી રિમાન્ડ અરજી ફગાવી છે. બન્ને જૈનાચાર્યને રૂપિયા 15000ની રકમ ઉપર જામીન અપાયા છે. કોર્ટે આપેલા ચૂકાદાને પગલે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડે તો નવાઈ નહીં.
ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસની અત્યાર સુધીનો ઘટનાક્રમ
સાબરકાંઠાના ઇડરમાં જૈનાચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ
સંયમની શ્રેષ્ઠ ભૂમિકા એટલે જૈનાચાર્ય જો કે સાબરકાંઠાના ઇડરમાં બે જૈનાચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. જોકે આ મામલે ફરિયાદીની વાત માનીએ તો 100 વધારે મહિલાઓ આ બંને જૈનાચાર્યની ભોગ બની ચૂકી છે. તેમજ આગામી સમયમાં હજુ વધારે ફરિયાદો નોંધાવાની સંભાવના છે.
સુરતની મહિલાએ નોંધાવી હતી ફરિયાદ
સામાન્ય રીતે જૈન ધર્મ એટલે સંયમ અને ધર્મનો સંયુક્ત સુમેર અહિંસાનો પરમ આગ્રહી. જોકે સાબરકાંઠાના ઇડરમાં આવેલા પ્રખ્યાત પાવાપુરી જલ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી સ્થાનિક જિનાલયમાં રહેતા બે જૈનાચાર્યો દ્વારા અમદાવાદ તેમજ સુરતની મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યુ હોવાની પોલીસ મથકે વ્યભિચારની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે સમગ્ર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ખળભળાટ સર્જાયો છે.