સાબરકાંઠાઃ સામાન્ય રીતે અરજી તરીકે મતાધિકાર 18 વર્ષે અપાયેલો હોવાના પગલે લગ્નની ઉંમર પણ 18 વર્ષ ગણી લેવામાં આવી છે. જો કે, 18 વર્ષે શારીરિક વિકાસ થકી લગ્ન સંબંધ શક્ય છે, પરંતુ લગ્ન ટકાવી રાખવા માટે માનસિક વિકાસ, આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ 18 વર્ષમાં થઈ શકતો નથી. જેના પગલે મોટાભાગના લગ્ન નિષ્ફળ જતા હોય છે. જેનું પારાવાર દુઃખ સમગ્ર પરિવારને થતું હોય છે.
ઈડરના પૂર્વ તાલુકા પ્રમુખનો CMને પત્ર - માનસિક વિકાસ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પૂર્વ પ્રમુખ અશ્વીન પટેલે પ્રેમ લગ્ન સબંધી નિયમોમાં ફેરફાર કરવા ગુજરાતના મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. તેમને પત્રમાં લખ્યું કે, પ્રેમલગ્ન કરનાર દંપતી પોતાના માતા-પિતા સહિત લોહીનો સંબંધ ધરાવનારા વ્યક્તિની સહી થકી જ પ્રેમ લગ્ન કરી શકે, તો લગ્ન વિચ્છેદ થતાં અટકી શકે તેમ છે.
ઈડર પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વીન પટેલે CMને લખ્યો પત્ર
પ્રેમલગ્ન મુદ્દે નિયમ બદલવામાં આવે તેમજ કોઈપણ પ્રેમલગ્ન કરનાર આ વ્યક્તિએ તેના બ્લડ રિલેશન અથવા માતા-પિતાની સહી આધારિત જ લગ્ન થાય, તો સામાજિક તેની સાથે સાથે વ્યક્તિને કુટુંબનો પણ સહયોગ મળી શકે છે. જેના પગલે લગ્ન તુટતા અટકે છે. લગ્નને કારણે પેદા થતી સમસ્યાઓને પણ નિવારી શકાય તેમ છે, આ મુદ્દે ઇડરના પૂર્વ પ્રમુખને લોકોએ રજુઆત કરી હતી. જેના પગલે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી આ મુદ્દાને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.