સાબરકાંઠા :સમગ્ર ગુજરાતમાં કપાસના હબ તરીકે જાણીતા ઈડર શહેર જાણીતું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઈડર સહકારી જીનમાં સ્થાનિક ડિરેક્ટરો થકી કરોડોના ભ્રષ્ટાચાર કરાતા બદનામ થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે વહીવટદાર કમિટીની રચના કરતા હાલ ચર્ચામાં એરણે છે. જોકે આજે ઈડર જીનના સભાસદોની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં ડિરેક્ટરોની ખુલ્લા પાડવા સહિત કરોડોના ભ્રષ્ટાચાર દરમિયાન ઊભું કરાયેલું કોમર્શિયલ બિલ્ડીંગ પણ જમીન દોસ્ત કરવાની સહકારી આલમમાં ભારે ખળભળાટ સર્જાયો હતો.
શું છે સમગ્ર મામલો : સાબરકાંઠાની ઈડર સહકારી જીન સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપાસનું બિયારણ, કપાસનો ખોળ સહિત ખેડૂત જગતને આર્થિક રીતે પગભર બનાવવા માટે પાયારૂપ ભૂમિકા ભજવતી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કક્ષાએ ભ્રષ્ટાચાર વાતુથી ખેડૂતોનું હિત જોખમાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કસ્ટોડિયન કમિટીની રચના કરી તમામ કૌભાંડીઓને ઘર ભેગા કરાયા છે. જોકે રાજ્ય સરકાર દ્વારા અસ્તિત્વમાં આવેલી કમિટીએ આજે ઈડર જીનના તમામ સભાસદો સાથે બેઠકનું આયોજન કર્યું હતું.
જીન બચાઓ સમિતિ : આ આયોજનમાં જીનના મોટા ભાગના સભાસદોએ ખેડૂતોનું હિત ટકાવી રાખવા મામલે રજૂઆત કરી હતી. આ બાબતે જીન બચાઓ સમિતિ દ્વારા સતિષ પટેલ અને રાજુ પટેલ આ બાબતે જણાવ્યું હતું કે, સહકારી જીનની કરોડો રૂપિયાની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી બારોબાર વેચી દેવાયાની પ્રકાશમાં આવતા હવે સ્થાનિક ખેડૂતો સહિત જીન બચાવો કમિટી દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગની જમીન દોસ્ત કરવાની રજૂઆત કરાઈ છે. જેમાં જીન બચાવો કમિટીને દુકાનો આપવા સહિત કરોડો રૂપિયાની લાંચ આપી સમગ્ર કૌભાંડને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની વિગતો ખુલવા પામી છે.
સભ્યો આકરા પાણીએ : એક તરફ કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પ્રોજેક્ટ કરી રહી છે. તો બીજી તરફ સરકારના નામે ઈડર જીન બચાવો સમિતિના ડિરેક્ટરોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેમાં હાઇવે પર ઇડર સરકારી જીનના સભ્યોનો સંપૂર્ણ વિરોધ હોવા છતાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી તેની બારોબાર વેચી દેવાતા હવે ઇડર જીન બચાવો સમિતિના સભ્યો આકરા પાણીએ જોવા મળ્યા છે. હાલના તબક્કે જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે મફતના ભાવે જમીન મેળવી તેના પર સામાન્ય ટોકન જેટલી રકમ જીનને આપી બાકીની લાખો રૂપિયાની રકમ ચાઉં કરી હોવાની વિગતો પણ સામે આવી છે.