સાબરકાંઠામાં એક દર્દીએ અચાનક નર્સ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ ખેડબ્રહ્મા સીવીલ હોસ્પિટલમાં હંગામો સર્જાયો હતો. સ્થાનિક નર્સ તેમજ અન્ય સ્ટાફ દ્વારા ટૂંક સમય માટે હડતાલનો પણ આરંભ કરાશે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી હતી. અચાનક યુવકે હુમલો કરતા પોલીસે આરોપી યુવકની હોસ્પિટલની ફરિયાદના આઘારે ઘરપકડ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો, યુવકની કરાઇ ધરપકડ - himatnagr
સાબરકાંઠા: જિલ્લાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ અચાનક નર્સ પર અચાનક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલના વહિવટીતંત્રમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
સાબરકાંઠામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો
દિન પ્રતિદિન દર્દી તેમજ પરિવારજનો દ્વારા થઈ રહેલા હુમલાના વિરોધમાં ખેડબ્રહમા સિવિલ હોસ્પિટલમાં પણ વિરોધ ઉભો થયો છે. આગામી બે દિવસમાં જો આરોપી સામે પગલાં ન લેવાય તો ફરી સિવિલ હોસ્પિટલની નર્સ દ્વારા હડતાળ કરવામાં આવશે. ત્યારે આગામી પરિસ્થિતિ કેવી સર્જાશે એ તો સમય બતાવશે.