હાલ સમગ્ર ગુજરાત ગરમીથી શેકાઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠાનું ઇડર પણ આગના ગોળા વરસાવી રહ્યું છે. તો લોકો પણ ગરમીથી બચવા વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા વિવિધ સલાહ સુચન અપવામાં આવી રહ્યા છે. તો ભારે ગરમીમાં બહાર ન નીકળવું તો ગરમીથી બચવા સુતરાવ કપડાં પહેરવા બહારના ઠંડા પીણા પીવાનું તાળવા સહિત સગર્ભા મહિલાઓ નાના બાળકો તેમજ વૃધ્ધોને ગરમીમાં બહાર ન જવાની મેડિકલ ઓફિસર દ્વારા સલાહ આપવામાં આવી છે.
ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ ઈડર, અત્યારથી જ દઝાડે તેવી છે ગરમી
સાબરકાંઠા: જિલ્લાનું ઇડર શહેર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે. અત્યારથી જ ઇડરમાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. બપોરના સમયે જાણે બજારોમાં કરફ્યુ જેવો મહોલ જામે છે.
સ્પોટ ફોટો
નોંધનીય છે, કે ઇડરમાં અત્યારથી જ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં દસ ટકાથી વધુનો વધારો થયો છે. સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જો કે અત્યારથી જ શરૂ થયેલી ગરમી આગામી સમયમાં કેટલા અંશે સ્થાનિકોને દજાડશે એ તો સમય જ બતાવશે.