ગુજરાત

gujarat

ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: વધુ 4 આરોપીઓની અટકાયત, તમામ આરોપીઓ અમદાવાદના, હજી 3 આરોપી ફરાર - હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી ફરાર

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી હેડ ક્લાર્ક પેપર લીકનો (GSSSB Head Clerk Paper Leak 2021) મામલો ગરમાયો છે. ત્યારે સાબરકાંઠા પોલીસે આ મામલે વધુ 4 આરોપીઓની અટકાયત (Sabarkantha police detained the accused) કરી છે. આ આ આરોપીઓ અમદાવાદના સિંગરવાના અને વાડજ વિસ્તારના છે(The arrested accused are from Ahmedabad) . આ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી.

GSSSB Head Clerk Paper Leak 2021: વધુ 4 આરોપીઓની અટકાયત, તમામ આરોપીઓ અમદાવાદના, હજી 3 આરોપી ફરાર
GSSSB Head Clerk Paper Leak 2021: વધુ 4 આરોપીઓની અટકાયત, તમામ આરોપીઓ અમદાવાદના, હજી 3 આરોપી ફરાર

By

Published : Dec 19, 2021, 1:37 PM IST

સાબરકાંઠાઃ રાજ્યમાં હેડ ક્લાર્ક પેપર લીકનો મામલો (GSSSB Head Clerk Paper Leak 2021) ફરી એક વાર ગરમાયો છે. પોલીસે આ મામલે એમ્બુલન્સચાલક સહિત 4 આરોપીઓની અટકાયત (Sabarkantha police detained the accused) કરી છે. જોકે, અટકાયત કરાયેલા આ આરોપીઓના નામ પોલીસ ફરિયાદમાં સામેલ નથી. આ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં (Complaint against the accused at the Prantij police station) 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જોકે, અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ અમદાવાદના હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો-GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસ દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, કોર્ટે ઝપાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

8 આરોપીની ધરપકડ અને 4ની અટકાયત

સાબરકાંઠામાં પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) છેલ્લા કેટલાક સમયથી પોલીસને નિરંતર અટકાયતનો દોર યથાવત્ છે. ત્યારે આજે 4 આરોપીઓની અટકાયત થઈ હોય તેવા પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાં અમદાવાદના સિંગરવાના 2 તેમ જ વાડજના 2 યુવકોની પ્રાથમિક તબક્કે અટકાયત કરવામાં આવી છે, જેમાં એમ્બુલન્સચાલક સહિત કુલ 4ની અટકાયત થતાં પેપર લીક મામલો વધુ ગરમાયો છે. આ સાથે અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ અને 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો-GSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ

પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હજી ફરાર

અત્યારના તબક્કામાં પેપર લીક મામલે સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચ્યો છે. ત્યારે દિનપ્રતિદિન આરોપીઓની અટકાયતનો દોર ચાલી રહ્યો છે. જોકે, હજી પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી (Head Clark main accused absconding in paper leak scam) પોલીસની પકડથી દૂર છે. નિરંતર વધતા જતાં રૂપિયાનો આંકડો આગામી સમયમાં મોટા કૌભાંડની આશંકા ઊભી કરી રહી છે. જોકે સમગ્ર કૌભાંડ (GSSSB Head Clerk Paper Leak 2021) ઉપરથી પડદો ત્યારે જ થશે, જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ થશે.

ABOUT THE AUTHOR

...view details