સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેરોજ પોલીસે આ મુદ્દે એક સગીર સહિત બે આરોપીની અટકાયત કરી છે. તેમજ હાલમાં આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પરીક્ષણો માટે તપાસ કરવા સહિત નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં બે ગેંગરેપ થવાના પગલે સામાન્ય લોકોમાં પણ હવે ભયનો માહોલ સર્જાયો છે.
સાબરકાંઠાઃ પીડિતાને આખરે ન્યાય, ખેડબ્રહ્મા ગેંગરેપના આરોપી ઝડપાયા - ખેડબ્રહ્મા ન્યુઝ
ખેડબ્રહ્માઃ તાલુકાના ખેરોજ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા પર સગીર યુવક સહિત અનેક વ્યક્તિએ દુષ્કર્મ ગુજારતા સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે. એક જ સપ્તાહમાં સતત બે ગેંગરેપના પગલે જિલ્લા પોલીસ પણ દોડતી થઇ છે.
sabrkantha
સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા હિંમતનગર નજીક વહેલી સવારે પાણી પીવાના બહાને સ્થાનિક યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે ચાર દિવસ બાદ ખેડબ્રહ્માના ખેરોજ વિસ્તારમાં પણ શાકભાજી લઇ પરત આવતી સગીરાનું અપહરણ કરી નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરાતા સમગ્ર જિલ્લામાં મામલો ચર્ચાયો છે. હાલમાં પોલીસે આ મુદ્દે 2 આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે દિનપ્રતિદિન વધતો જતો ગુનાહિત પ્રવૃત્તિનો ગ્રાફ ક્યારે નીચો આવશે એ તો સમય બતાવશે.