સાબરકાંઠાગઈકાલે ગાંધીજીની જન્મજંયતીને લઈને તેમના ગુરૂનું સ્થળ (Idar Fort History) ઈડર ગઢ કેવી રીતે ભુલાઈ છે. ઈડર ગઢની પાસે આવેલી તપોભૂમિ શિલા ઉપર શ્રીમદ રાજચંદ્રજીએ તપો ભૂમિને પવિત્ર બનાવેલી છે. ઈડર ગઢ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. જ્યાં પક્ષી પશુના કલકલાહટ વચ્ચે વસેલી ટેકરી પર સુંદર મજાનું રાજચંદ્ર વિહાર ધામ તરીકે પ્રખ્યાત છે. ત્યારે મહાત્મા ગાંધીજી જન્મજયંતીને લઈને ETV Bharat ઐતિહાસિક ધરોહર ઈડર પહોચ્યું હતું. જ્યાં મહાત્માં ગાંધીજી અને તેમના ગુરુ રાજચંદ્રજી (Gandhi Guru Shrimad Rajchandra) સાથે વ્યવહારનો જાણ્યો હતો.
સોળે કળાની પ્રક્રૃતિ વચ્ચે જાણો ગાંધીજીનો ગુરુ શ્રીમદ રાજચંદ્ર સાથે ઈતિહાસીક સંબંધ પવિત્ર અને શાંત જગ્યા આ જગ્યાને રાજચંદ્ર વિહાર ધામ (Rajchandra Vihar Dham) તરીકે પ્રખ્યાત છે. રાજચંદ્ર વિહાર ઇડરથી 2.5 કીમીના અંતરે ઘંટિયા પર ખૂબ સુંદર નઝારો પહાડની ટોચ પર આવેલું છે. કુદરતના સમીપ આવ્યા હોય તેવી શાંતિની અનુભૂતિ અપાવતું આ સુંદર નયનરમ્ય આલ્હાદક અને રમણીય જગ્યા છે. જે લોકો શાંત વાતાવરણમાં સમય વિતાવવાનો પસંદ કરતા હોય તેમને માટે આ જગ્યા પવિત્ર અને શાંત છે.
જગ્યા વિશેષ માહિતી સાબરકાંઠાના ઈડરથી રાજચંદ્ર વિહાર તરફ જેમ જશો ત્યાં પહાડોનું સુંદર નજારો જોઈને લોકોને ઠંડક સાઠો સાથ ખુશીની લાગણી ઉભી થાય છે. આ જગ્યા ઉપર ચડવા માટેની પકડીને ચાલી શકાય તે રીતે રેલીગ સાથેની પગથિયાંની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમ જેમ લોકો આગળ વધશે તેમ તેમ સુંદર નયનરમ્ય નજારો અને ઇડરની પહાડોની ગિરિમાળાની સુંદરતા જોઈને લોકો અચંબિત થઈ જાય છે. શ્રીમદ રાજચંદ્રજીના ભક્તો, સેવકો અને આધ્યાત્મિક તીર્થંનકરો, મુનિઓ ભિક્ષુકો અને શાંત પ્રિય લોકો આ જગ્યા પર ધ્યાન તેમજ સાધના માટે આવતા હોય છે.
ગાંધીજીનો ગુરુ શ્રીમદ રાજચંદ્ર સાથે સંબંધ ચારેય તરફ હરિયાળી આ જગ્યા પર લોકો પરોઢે ઉગતા સુરજને અને સાંજે આથમતા સુરજને માણી શકે છે. મંદિરથી તળેટીથી લઈ ઇડર ગઢ અને શહેર તરફના આજુબાજુના દ્રશ્યો ખુબ જ આલ્હાદક નજારો જોવા મળે છે. રાજચંદ્ર વિહારની મંદિરની સમિપ ઉપરની સાઈડ તરફ એક સુંદર મજાની ટેકરી દેખાય છે. તે ટેકરી પર ચંદ્રપ્રભુની ડેરી તરીકે ચન્દ્રપ્રભુનું નાનું મંદિર આવેલું છે. આ મંદિર અને આ ટેકરી સુંદર નજારો જોઈને લોકો ટ્રેકિંગ કરવાનું મન થાય તેવી સુંદર જગ્યા છે. જ્યાં ઇડરની સૌથી ટોચ પરની જગ્યા પર હોય તેવું લાગે છે. એવું કેહવાય છે કે શ્રીમદ રાજચંદ્ર સાધના અને તપશ્ચર્યા કરી અને લાંબો સમય અહીંયા વિતાવ્યો હતો. જે જગ્યા પર તેમને તપ અને સાધના કરી હતી તે આજે પણ છે તેને સિદ્ધશીલા તરીકે મનાય છે. જે હાલમાં આ ધ્યાન મંદિરમાં સિદ્ધશીલા કહેવાય છે. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યામિક ગુરુ હતા.
ગાંધીજીએ માર્ગદર્શન મેળવ્યુંમળતી માહીતિ મુજબ શ્રીમદ રાજચંદ્રજી મુંબઈ ખાતે પોતે મોટા ધનિક વેપારી હતા અને તેઓ આધ્યાત્મિક સાદગી સાથે આ ઇડરની ભૂમિ પર તેઓએ જ્ઞાનની ગંગા વહેતી કરી હતી. આ જગ્યાઓ પર શૂરવીરો, ઋષિમુનિઓ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા સમય વિતાવ્યો છે. ગાંધી બાપુને બાળપણમાં બીક લાગે ત્યારે રામ નામ લેવાનો મંત્ર આપનાર દાઈ રંભાથી લઈને શ્રીમદ્ રાજચંદ્ર, ટોલ્સ્ટૉય, રસ્કિન જેવા નામી વિચારકો તેમજ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા રાજપુરુષો પાસેથી મહાત્મા ગાંધીજીએ માર્ગદર્શન મેળવ્યું. (Gandhi Guru Shrimad Rajchandra Idar)
ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ શ્રીમદ્ રાજચંદ્રે ખ્રિસ્તી ધર્મથી આકર્ષાયેલા મોહનદાસ ગાંધીને હિંદુ ધર્મનું મહાત્મ્ય સમજાવેલું. ગાંધીજીના જીવનમાં એક સમય એવો આવ્યો, જ્યારે તેમને હિંદુ ધર્મ પર શંકા ઉત્પન્ન થવા લાગી અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. આ વાત દક્ષિણ આફ્રિકામાં તેમના શરૂઆતના દિવસોની છે. આવા સમયે તેમની શંકાઓનું સમાધાન શ્રીમદ્ રાજચંદ્રએ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે બાપુને હિંદુ ધર્મનો મર્મ સમજાવાવાળા શ્રીમદ્ પોતે જૈન ધર્મી હતા.
પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય ગાંધીજીએ સતત બે વર્ષ લગી શ્રીમદ્ રાજચંદ્રની દિનચર્યા એકદમ નજીકથી જોઈ હતી. આ વિશે તેમણે લખ્યું કે, તેમના પાસે હંમેશા કોઈને કોઈ ધર્મ પુસ્તક અથવા વહી પડી રહેતી. જે કંઈ વિચાર આવતા તે વહીમાં લખી નાખતા. ક્યારેક ગદ્ય, ક્યારેક પદ્ય. અપૂર્વ અવસર નામક કવિતા પણ એવી રીતે જ લખી હશે. ખાતા, પીતા, બેઠતા, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતા વખતે તેમનામાં વૈરાગ્ય રહેતું. (Gandhi Guru Shrimad Rajchandra Relationship)
શ્રીમદ્ રાજચંદ્ર વિશે રસપ્રદ માહિતી શ્રીમદ્ રાજચંદ્રએ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ 9 નવેમ્બર 1869 અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં લક્ષ્મીનંદન પછીથી રાયચંદ અને ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ સુરેદ્રનગરના સાયલા તાલુકામાં આવેલો છે. કહેવાય છે રાજચંદ્રને 7 વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. (154th Gandhi Jayanti)
12થી 16 વર્ષની વયમાં પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રે 8 વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. 9માં વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. 12થી 16 વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. 33 વર્ષની વયે 9 એપ્રિલ 1901ના રોજ ખેડા ખાતે મૃત્યુ પામ્યાં.
ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય...કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા સંદેશ અને વિચારને પોતાના જીવનમાં ઉતારીને પોતામાં અને અન્ય વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે. જો શિષ્ય મહાત્મા ગાંધીજી જેવો હોય તો આવા ગુરુ વિષે માહિતગાર થવા ભાવ સ્વાભાવિકપણે આવે. ગાંધીજીએ મારું જીવન એજ મારો સંદેશ કહ્યું હોય તો તેમના જીવનમાં વિવિધ તબ્બકે મળેલા માર્ગદર્શનને કારણે ગાંધીજીએ જીવનની સફળતાઓ આંબી છે. (gandhi jayanti 2022)
ગાંધીએ લખ્યું શું લખ્યું શ્રીમદ રાજચંદ્ર વિષેગાંધીજીએ પોતાના મુલ્યો, વિચારો અને આદર્શોને વળગી રહીને મોહનદાસ માંથી મહાત્મા સુધીની આકરી સફરને ગણે અંશે સરળ બનાવી હતી. ગાંધીએ પોતાના જીવન દરમિયાન ઘણા મહાનુભાવો પ્રત્યે કૃતજ્ઞતા દાખવી છે. રાજકીય ગુરુનું નામ તો તેમણે ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. પરતું ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે જો કોઈનું નામ લઇએ તો તે હતા. શ્રીમદ રાજચંદ્ર વિષે ગાંધીએ લખ્યું છે કે, રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. શ્રીમદ રાજચંદ્ર ડૉ. પ્રાણજીવન મહેતાનાં મોટાભાઈ રેવાશંકરનાં જમાઈ હતા અને ગાંધીજી 22 વર્ષની ઉમરે જયારે બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન પાછા આવ્યા, ત્યારે ડૉ. પ્રાણજીવન મહેતાએ ગાંધીજી અને રામચંદ્રજીની મુલાકાત કરાવી હતી.
ગુણોની લગની લાગી શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીની ઉમરમાં ઝાઝો ફેર ન હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીથી ત્રણ જેટલા વર્ષ મોટા હશે. રાજચંદ્ર સાથે પરિચય વધતા ગાંધીજીને શાસ્ત્રજ્ઞાન, આત્મદર્શન, અને શુદ્ધ ચરિત્ર જેવા ગુણોની જાણે લગની લાગી હતી. તેમનાથી મોટા એવા રાયચંદભાઈ વિષે ગાંધીજીએ લખ્યું છે કે, મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. દરેક ધર્મનાં આચાર્યોને મળવાનો પ્રયત્ન કયો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે.” આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો.
શ્રીમદ રાજચંદ્રએ ગાંધીજીને આપ્યા જવાબ રાયચંદભાઈ વેપાર કરતા હતા ત્યારે પણ તેમના હાથમાં કોઈ વસ્તુ હોય ના હોય પરતું ધર્મનું પુસ્તક અથવા રોજનીશી ચોક્કસ રહેતા. ગાંધીજી જયારે પણ રાજચંદ્રજીની દુકાને જતા ત્યારે તે ઘર્મની વાર્તાઓ સંભળાવતા જોકે ગાંધીજીને ધર્મવાર્તાઓમાં રસ નોહતો પડતો, પરતું રાજચન્દ્રજીએ કહેલી ધર્મની વાર્તામાં તેમને રસ પડતો હતો. ગાંધીજીએ વિદેશમાં રહીને થિયોસોફી, ખ્રિસ્તી ધર્મ સહીત અન્ય ઘણા ધર્મનાં પરિચયમાં આવ્યા હતા. આધ્યાત્મિકતા અંગેના તેમના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકણ શ્રીમદ રાજચંદ્ર પાસેથી લેતા. ગાંધીજીએ એકવાર શ્રીમદ રાજચંદ્રને આધ્યાત્મિકતાને લગતા 27 જેટલા પ્રશ્નોનો પત્ર લખ્યો અને શ્રીમદ રાજચંદ્રએ તેના વિસ્તૃત જવાબ પણ લખી મોકલ્યા.
આત્મકથા વર્ણવ્યા ગાંધીજીના અહિંસા, વ્રતો અને અનેકાંતવાદ જેવા ગુણો તેમના જીવનમાં શ્રીમદ રાજચંદ્રનાં માર્ગદર્શનની અસરનું પરિણામ સ્વરૂપ છે. શ્રીમદ રાજચંદ્રની પુણ્યતિથિ નિમિતે પોતાના પ્રવચનમાં બોલતા ગાંધીજીએ જણાવ્યું હતું કે, તેમના જીવનમાંથી ચાર વસ્તુ શીખવા જેવી છે. શાશ્વત વસ્તુમાં તન્મયતા, જીવનમાં સરળતા, સત્ય અને અહિંસામય જીવન. વર્ષ 1935માં રાયચંદભાઈની જયંતિ નિમિત્તે પ્રવચનમાંગાંધીજીએ કહ્યું, ‘એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ,’ ગાંધીજીએ પોતાના જીવન પર મોટી અસર કરનાર ત્રણ વ્યક્તિમાં તરીકે એક શ્રીમદ રાજચંદ્ર, ટૉલસ્ટૉયે અને રસ્કિને પોતાની આત્મકથા વર્ણવ્યા છે.
ઐતિહાસિક વારસાને જો સાચવવામાં આવે તો આ પવિત્ર તપોભૂમિ જગ્યાઓ અને ઐતિહાસિક વારસાને જો સાચવવામાં આવે તો આવનાર પેઢી માટે સંસ્કાર સાથો સાથ વિરપુરુષોની ધરોહર જોડાયેલી આ જગ્યાઓ માટે એક સાચવવું અને જાળવવું એટલું દરેકની ફરજ બને છે. (mahatma gandhi birth anniversary)