ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં હિંમતપુરના ખેડૂતો જીવના જોખમે કરી રહ્યા છે ખેતી

સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી તાલુકાના હિંમતપુર ગામે વીજ કરંટ ખેતરમાં ઊતરતાં વાસના બામ્બુ સળગવા લાગ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે આ અંગે UGVCLના અધિકારીઓને પૂછતા તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સવાલ અમારા વિભાગનો નથી તેમ કહી વાતને ઉડાવી દીધી હતી. જો કે, ખેડૂતોનો સવાલ હજુ એમને એમ ઊભો છે. અચાનક જ વાંસના બામ્બુ સળગી જવાના બનાવો બનતા હોય છે. ત્યારે ખેતી કામ કરનારા ખેડૂતો તેમજ અન્ય લોકોને પણ જીવનું જોખમ છે.

હિંમતપુરના ખેડૂતો જીવના જોખમે કરી રહ્યા છે ખેતી

By

Published : Jun 27, 2019, 2:21 AM IST

મોટાભાગે એવું કહેવાય છે કે ખેડ, ખાતર ને પાણી સમૃદ્ધિને લાવે તાણી જોકે, આ કહેવત વડાલી તાલુકાના હિંમતપુર તેમજ આસપાસના 15થી વધુ ગામડાઓ માટે લાગુ પડતી નથી. આ ગામડાઓમાંથી પસાર થતી હેવી વીજ લાઈનને પગલે સ્થાનિક ખેડૂતો મોતનો ભય અનુભવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કરંટના દ્રશ્યો રૂબરૂ જોતા ચોંકી જવાય તેવા હતા.

કારેલી, ભીંડા તેમજ અન્ય શાકભાજીના પાક, વાસના બામ્બુ અચાનક જ સળગવા લાગતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જે જોઈને ખેડૂતોના ભયનો અંદાજ આવી શકે તેમ છે. એક તરફ 15થી વધારે ગામડાઓ માટે જીવન-મરણનો સવાલ ઊભો થયો છે. વીજતંત્ર ખેડૂતોના આ સવાલના મુદ્દે હાલમાં નરી આંખ આડા કાન કરી રહ્યા છે.

હિંમતપુરના ખેડૂતો જીવના જોખમે કરી રહ્યા છે ખેતી

એક તરફ ખેડૂતોએ લાખો રૂપિયાનું બિયારણ વાવી કંઈક મેળવવાની આશા સાથે વાવણી કરી છે, તો બીજી તરફ ખેતરમાં વીજ પ્રવાહ પસાર થવાની વાતને પગલે હાલમાં મજુરીયાત વર્ગથી લઈ ખેતર માલિકો પણ ખેતરમાં ઉતરતા હોય અનુભવી છે. ખેડૂતો હવે ખેતી કરવી કે ન કરવી તેવી દ્વિધામાં મુકાયા છે. ખેડૂતોની આ દ્વિધા કોણ દૂર કરશે તે તો હજુ પણ યક્ષ પ્રશ્ન છે.

કહેવાતા જનતાના પ્રતિનિધિઓ આ મુદ્દે ક્યારે જાગૃત થશે એ તો સમય બતાવશે. જો કે હાલમાં ચોક્કસ જવાબ આપવાનો અધિકારીઓ બહાના કાઢી રહ્યા છે. એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંક છે તો બીજી તરફ વીજળીના પગલે ખેડૂતોના મોત થવાની સંભાવના રહેલી છે. જગતના તાતનો આ પ્રશ્ર કોણ દૂર કરશે એ તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details