મહેસાણાથી હિંમતનગર હાઈવે પર વિજાપુર નજીક આવેલા ઋષિવન પાસે એક ગાડીને અચાનક અકસ્માત નડતાં બે યુવકો ફસાયા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન ઇડરના સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડિયા આ સ્થળેથી પસાર થતા તેઓએ તાત્કાલિક ધોરણે ગાડી ઊભી રાખી બંને યુવકોને ગાડીમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જો કે, આ સમગ્ર ઘટના દરમિયાન બે તસવીરો વાયરલ થઈ હતી.
માનવતા મહેકી: ઈડરના ધારાસભ્યએ અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવકોને સારવાર અર્થે ખસેડયા - હિતુ કનોડિયા
સાબરકાંઠા: જિલ્લાના ઇડરના ધારાસભ્ય તેમજ ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હિતુ કનોડિયાએ બુધવારે થયેલા અકસ્માતમાં બે યુવકોને કારમાંથી બહાર લાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. જેના બે ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતાં. જો કે, પહેલી વખત કોઈ ધારાસભ્ય પ્રસિદ્ધિ વિના કામ કરતા જોવા મળ્યા હોય તેવી સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલ થઇ રહી છે.
જેના પગલે સમગ્ર ઇડર સહિત સાબરકાંઠા જિલ્લામાં હિતુ કનોડિયાની આ મદદ અજાણ્યા લોકોને પણ મદદરૂપ થવાની ભાવનાને લોકોએ બિરદાવી હતી. તેમજ તેમના મેસેજ વાયરલ થયા હતાં. જો કે, આ અંગે હિતુ કનોડિયાને પૂછતા તેમને આ ઘટનાને સામાજિક ઉત્તરદાયિત્વની વાત સાથે સરખાવી હતી. તેમજ કોઈપણ કટોકટીના સમયે દરેક વ્યક્તિ એકબીજાને મદદરૂપ થઇને માનવતાવાદી બને તેમ જણાવ્યું હતું.
જો કે, એક ધારાસભ્ય હોવા છતાં સામાન્ય માનવીની જેમ અન્ય માનવીને મદદરૂપ થવાની ભાવના લોકપ્રતિનધિઓ અપનાવતા થાય તો સમાજમાં મોટો બદલાવ આવી શકે છે.