ગુજરાત

gujarat

By

Published : Jan 2, 2021, 3:06 PM IST

Updated : Jan 2, 2021, 3:50 PM IST

ETV Bharat / state

નોકરીના અંતિમ દિવસે પણ કલેક્ટર ભારતના સૌથી મોટા પ્રોજેક્ટ માટે રહ્યા કાર્યરત

સાબરકાંઠા : સામાન્ય રીતે સરકારી કર્મચારી નિવૃત્તિના છેલ્લા દિવસો રજાઓમાં પૂરી કરે છે. જોકે, સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ નોકરીના અંતિમ દિવસે ભારતના સૌથી મોટા પ્રોજેક્ટ માટે જરૂરી કામકાજ કરી ગુજરાતના તમામ IAS તેમજ IPS કક્ષાના અધિકારીઓને નિષ્ઠાપૂર્વકની ફરજનો પાઠ શીખવ્યો છે.

Sabarkantha District Collector
Sabarkantha District Collector

  • કલેક્ટરે નોકરીના અંતિમ દિવસે પણ ભારતના સૌથી મોટા પ્રોજેક્ટ માટે જરૂરી કામકાજ કર્યું
  • પશુ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે ફાળવ્યો વિશેષ સમય
  • ગુજરાતના ક્લાસ વન અધિકારીઓ માટે નવી દિશા સૂચવાઈ

સાબરકાંઠા : જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષથી સી. જે. પટેલ કાર્યભાર સંભાળ્યો હતો. એકવારના સમયગાળા દરમિયાન કોરોના મહામારીને પગલે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું સંક્રમણ સાબરકાંઠા જિલ્લામાં રહ્યું હતું. જેમાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલા મહત્વના બની રહ્યા હતા. જોકે, નોકરીનું અંતિમ હોવા છતાં યુવાનને પણ શરમાવે તેટલી સ્ફૂર્તિ તેમજ કામ કરવાની પ્રબળ ઈચ્છાને પગલે કોરોના પોઝિટિવ થયા બાદ પણ છેવાડાના વ્યકતિને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે યતકિંચિત પ્રયાસ કર્યો હતો. ગુરૂવારે તેમનો નોકરીનો ગુરૂવારે છેલ્લો દિવસ હોવા છતાં ભારતના સૌપ્રથમ પશુ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે વિશેષ સમય ફાળવી આગામી સમયમાં ગુજરાત કક્ષાએ મોડલ સ્વરૂપે મૂકવા માટેનો વિશેષ પ્રયાસ હાથ ધર્યો છે. જે ગુજરાતના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ માટે પ્રેરણાદાયી બની રહે તો નવાઈ નહીં...

કલેક્ટર તરીકે અંતિમ દિવસ હોવા છતાં ભારતના સૌથી મોટા પ્રોજેક્ટ માટે રહ્યા કાર્યરત

નોકરીનો અંતિમ દિવસ પણ કામકાજમાં વ્યસ્ત

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવનારા પટેલનો આજે જિલ્લા સમાહર્તા તરીકે ગુજરાત સરકારની નોકરીનો અંતિમ દિવસ હતો. જોકે, નોકરી પ્રથમ દિવસની હોય કે, અંતિમ દિવસની તેના માટે યોગ્ય નિષ્ઠા અને સમય આપવો તે પ્રારંભિક કર્તવ્ય હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર ભારતમાં સૌપ્રથમ પશુ હોસ્ટેલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક મોડલ સ્વરૂપ મૂકવાની યોજના પર સૌથી વિશેષ ભાર આપ્યો હતો. તેમજ રૂબરૂ તપાસ કરી આગામી સમયમાં લેવાના પગલાઓ અંગેની જાણકારી આપી હતી. આ સાથે કામકાજમાં પણ એટલા જ વ્યસ્ત રહ્યા હતા.

ક્લાસ વન કલાસ અને ક્લાસ ટુ અધિકારીઓ માટે દિશાસૂચક

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અંતિમ દિવસે પણ કામકાજ યથાવત રાખતા ગુજરાતના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ માટે અંતિમ દિવસ સુધી કામ કરવાની પ્રેરણા આપીને એક નવી દિશા સંચાર કર્યો છે. સામાન્ય રીતે નોકરીના અંતિમ દિવસે કામ કરનારા અધિકારીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જૂજ હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા દિવસે પણ નિષ્ઠાપૂર્વક કામ કરી સાબરકાંઠા જિલ્લાવાસીઓને ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Last Updated : Jan 2, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details