ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં ન્યાય ન મળતા અંતે મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા - સાબરકાંઠા

સાબરકાંઠા: વિજયનગરમાં વધુ એક ચડોતરાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા મુકેશભાઈ બોડાતના મૃતદેહને હજી સુધી અગ્નિદાહ અપાયા વિના સામાજિક ન્યાયની અપેક્ષાએ રાખી મૂકવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં રહેતા તેમજ મુકેશભાઈ બોડાતના મૃત્યુ પાછળ જવાબદાર લોકો સહિત રાજસ્થાન પોલીસે ફરિયાદીની કોઈ વાત ન સાંભળતા અંતે સામાજિક ન્યાય વિના જ ત્રણ દિવસ બાદ મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

etv bharat sabarkantha

By

Published : Aug 29, 2019, 10:54 PM IST

સાબરકાંઠાના વિજયનગર નજીક કાલવડ પાસે આવેલા વીજલાસણ ગામના મુકેશભાઈ બોડાત તેમના સંબંધીઓ 10 દિવસ પહેલા ઇડર વિસ્તારમાં આવેલા વીર બાવજીના મંદિર પાસે લઇ ગયા હતા. ત્યાં સંબંધીઓ દ્વારા અગમ્ય કારણસર મુકેશભાઈને મુઠ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા તેમને સ્થાનિકોએ ઇડર ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનું ત્રણ દિવસ પહેલા મૃત્યુ થતા સામાજિક ન્યાય મેળવવાની અપેક્ષા એ તેમના મૃતદેહને અગ્નિદાહ વિના ઘર આગળ મૂકવામાં આવ્યો હતો.

સાબરકાંઠામાં મૃતદેહને સામાજિક ન્યાય માટે ઘરમાં રખાયો

તેમજ પરિવારજનોએ સામાજિક ન્યાય મેળવવા માટે આદિવાસી સમાજની પરંપરા સમાન ચડોતરૂ કરવા માટે સંબંધીઓના વતન રાજસ્થાનમાં દહિયા સુધી મૃતદેહને લઈ જવાનું આયોજન કર્યું હતું. જો સામાજિક સમાધાન ન થાય તો પોતાના સ્વજનનો અગ્નિદાહ પણ દહિયા મુકામે જ અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details