સાબરકાંઠામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
- વહીવટી તંત્રએ આગામી ચૂંટણી અંગેની તૈયારી જણાવી
- એક સાથે 11 જગ્યાએ યોજાશે મતગણતરી
- EVM નખોદ જાય તેનું રખાશે વિશેષ ધ્યાન
સાબરકાંઠા : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલી બની રહે તે માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આગામી 28 ફેબ્રુઆરી, 2021ના રોજ સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 36 બેઠકો તથા 8 તાલુકા પંચાયતની 172 તેમજ હિંમતનગર શહેરી વિસ્તારના 9 અને વડાલી નગરપાલિકાની 6 વૉર્ડ પર સામાન્ય ચૂંટણી તથા તલોદ નગરપાલિકાની 2 બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાનમાં કરવામાં આવશે.
મતદારો અને મતદાન મથકની વિગત
આ અંતર્ગત જિલ્લાના મતદાર યાદીમાં સમાવિષ્ટ 4,69,962 પુરૂષ મતદારો અને 4,42934 મહિલા મતદારો, 9 અન્ય મતદારો એમ કુલ મળીને 9,12,905 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે 3 નગરપાલિકા વિસ્તારના 42,344 પુરૂષ મતદાતા, 40,913 સ્ત્રી મતદાતાઓ અને 17 અન્ય જાતિના મતદારો એમ કુલ મળીને 83,274 મતદાતા મતદાન કરશે. આ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે 1172 મતદાન મથક જ્યારે નગરપાલિકાની 17 બેઠકો માટે 107 મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે.
ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મીઓની વિગત
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 2696 અને નગરપાલિકા ચૂંટણી માટે 300 બેલેટ યુનિટ અને 150 કંટ્રોલ યુનિટ સાથેના મલ્ટી ચોઇસ EVMનો વપરાશ કરવામાં આવશે. આ ચૂંટણીમાં 1,294 પ્રમુખ અધિકારી, 4,169 મતદાન અધિકારી, 1,294 મહિલા મતદાન અધિકારી સાથે 1294 સેવકો એમ કુલ મળીને 8051 કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે નગરપાલીકા માટે કુલ 749 કર્મીઓ કામગીરી કરશે. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મીઓને 4 ફેબ્રુઆરીથી તાલીમ આપવામાં આવશે. જોકે, આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે 28 મુખ્ય નોડલ અધિકારી, જનરલ કામગીરી માટે 14 અન્ય અધિકારીઓને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે.