સાબરકાંઠાઃ રવિવારે 14 કોરોનાના કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લામાં કોરોનાના પોઝિટિવનો વ્યાપ 365 થયો છે. જેમાં ઇડર તાલુકામાં પાનોલમાં 50 વર્ષીય પુરુષ, રાધે બંગલોઝમાં 48 વર્ષીય પુરુષ, સન સીટીમાં 41 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા, ઇડરમાં 33 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય પુરુષ, હિંમતનગર તાલુકામાં રાયગઢમાં 45 વર્ષીય પુરુષ અને 80 વર્ષીય વૃદ્ધ, પોલો ગ્રાઉન્ડમાં 72 વર્ષીય વૃદ્ધ , ગઢોડામાં 25 વર્ષીય યુવક, મહાવીરનગરમાં 59 વર્ષીય પુરુષ , તલોદમાં દેસાઈનગરમાં 38 વર્ષીય પુરુષ, પ્રાંતિજમાં કેસરપુરા 22 વર્ષીય યુવક અને 60 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 14 કેસ નોંધાતા કુલ આંક 365 - Sabarkantha news
કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 14 કેસ નોંધાતા કુલ કેસ 365 થયા છે. 7 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે. તેમજ 110 દર્દી સારવાર હેઠળ છે.
સાબરકાંઠા
જિલ્લામાં કોરોનાના 365 કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 248 દર્દી કોરોના મુક્ત થયા છે. જ્યારે 7 દર્દીઓના મોત થયા છે. હાલમાં 110 દર્દી સારવાર હેઠળ છે.