સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે પાંચ દિવસ અગાઉ ગામમાં ડીજેે મુદ્દે હંગામો સર્જાયો હતો. જેના પગલે સ્થાનિક ગ્રામજનો તેમજ જાનૈયા વચ્ચે બોલાચાલી બાદ હંગામો સર્જાયો હતો.
સાબરકાંઠાના ઝાલાની મુવાડી ગામે સ્થિતિ સામાન્ય, 35 સામે ફરિયાદ - દલીત હંગામો
પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોના ઘરે આવેલી જાનમાં ડીજે વગાડવાના મુદ્દે હંગામો સર્જાયો બાદ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. જોકે હાલમાં ગામમાં શાંતિ હોવાની સાથે-સાથે સ્થાનિક અધિકારીઓએ જાત તપાસમાં કોઈ વિરોધાભાસ બાબત સામે આવી નથી.
ચાર દિવસ માટે દીકરીના પિતાએ સ્થાનિક ગ્રામજનો ઉપર એકસાથે ૩૫ જેટલા લોકો પર એક્ટ્રોસીટીની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ સર્જાયો હતો. જોકે આ મામલે પોલીસે તાત્કાલિક અસર રૂપે ૧૫ જેટલા લોકોની અટકાયત કરી લીધી છે તેમજ હાલમાં સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સ્થાનિક પ્રાંત અધિકારી મામલતદાર તેમજ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા ગામમાં રૂબરૂ મુલાકાત કરતા સ્થાનિકોના જણાવ્યાં અનુસાર વિરોધાભાસીનો કોઈ પણ બાબત સામે આવી નથી. દલિત યુવકો દ્વારા વિરોધાભાસી નિવેદનોના પગલે હંગામો થયો હોવાની વિગતો બહાર આવી છે.
જોકે આગામી સમયમાં એટ્રોસિટીના ફરિયાદના પગલે કેવા પરિણામો આવશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના સાથે શાંતિપૂર્ણ માહોલ યથાવત છે.