ન્યૂઝ ડેસ્ક- ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા કરવાનો પ્રયત્ન થયો છે. રાજ્યના બે જિલ્લા સાબરકાંઠા અને આણંદમાં 10 એપ્રિલે કોમી વૈમનસ્ય ડહોળવાનો ગંભીર મામલો (Communal violence in Gujarat )સામે આવ્યો હતો.હિમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. તો આણંદના ખંભાતમાં પણ પોલીસની હાજરીમાં જ રામનવમીની શોભાયાત્રાને હુડદંગ મચાવાયું હતું. મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ (Section 144 Applied in Himmatnagar) લાગુ કરવામાં આવી હતી. હિંમતનગરમાં પોલીસ વિભાગનો (Section 144 applied in Himmatnagar) વિવિધ કાફલો ખડેપગે રખાયો છે.
અન્ય જિલ્લાની પોલીસ કુમક પહોંચીઃઆ બાબતને લઈને સ્થિતિ ઉગ્ર બની હોવાથી રેન્જ IG સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ તેમજ અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી પોલીસ તેમજ SRP સાથેનો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. શોભાયાત્રા દરમિયાન (Himmatnagar Ram Navami Procession) પથ્થરમારાના હુમલામાં પોલીસ વડા સહિત 10 પોલીસ કર્મીઓને નાની મોટી(Policeman Injured in Stone Plating) ઇજાઓ થઇ હતી તેમજ પાંચ જેટલા સામાન્ય નાગરિકોને ઇજાગ્રસ્ત થયા હતા. અને અન્ય વાહનો અને દુકાનોને આંગ ચાંપવાના બનાવો બન્યા હતા.
જૂથ અથડામણ, આગચંપી અને ટિયરગેસ- હિંમતનગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ (Communal violence in Himmatnagar ) કરનારાઓના પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. પાંચથી વધારે વાહનોને કરાઈ આગચંપી પણ કરવામાં આવી હતી. શોભાયાત્રા (Himmatnagar Ram Navami Procession)છાપળીયા વિસ્તારમાં થઈને પસાર થઈ રહી હતી ત્યારે અગમ્ય કારણોસર જૂથ અથડામણ અને પથ્થરમારો (Communal violence in Gujarat ) થયો હતો. છાપરિયાના અશરફનગર કસ્બા, ઇમામવાડા અને વણઝારા વાસ પથ્થરમારો અને તોડફોડ થઇ હતી. બાદમાં આ જૂથ અથડામણે Group Clash in Himmatnagar and Khambhat 2022 મોટુ સ્વરૂપ ધારણ કર્યું અને મોટરસાઇકલોને આગ ચાંપી દેવાઇ હતી. પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા સાત રાઉન્ડ ટિયરગેસ (Himmatnagar police tear gas) પણ છોડવામાં આવ્યાં હતાં.
સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાની 3 ફરિયાદો : પોલીસ પર પણ પથ્થરમારો થતાં મામલો ગંભીર બન્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની ટીમો દોડી આવી હતી. પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન કાફલા પર પણ પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતાં. જોકે સમગ્ર ઘટનાને પગલે પોલીસે કોઈ મોટી ઘટના ન બને તેના માટે સખત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા સાબરકાંઠામાં ફ્લેગ માર્ચ (Flag March in Himmatnagar) યોજાઇ હતી. આ દરમિયાન, સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ જણાવ્યાં પ્રમાણે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાની 3 ફરિયાદો નોંધવામાં આવી હતી. સંવેદનશીલ સ્થળોએ પોલીસ ટીમો દ્વારા યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા 2 પ્રકારની ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક ટીમ પેટ્રોલીંગ કરી રહી છે અને બીજી ટીમ સમગ્ર મામલાની (Communal violence in Gujarat )તલસ્પર્શી તપાસ કરી રહી છે.
હિંમતનગરમાં 144 લાગુ - તોફાની ટોળાને વિખેરવા 40 રાઉન્ડ કરતા ટીયરગેસના (Communal violence in Himmatnagar )સેલ છોડાયા હતાં. હિંમતનગર શહેરમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે. જેને લઇ સાબરકાંઠાના જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગઇકાલે મોડી રાતથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં હિંમતનગરના રાધે સ્વીટ માર્ટથી છાપરિયા વિસ્તાર, મહાકાળી મંદિરથી પૂર્ણિમા ડેરી લઇને છાપરીયા (Communal violence in Gujarat )સુધીના તમામ વિસ્તાર, ભગવતી પેટ્રોલ પંપ થી ટાવર સુધીનો તમામ વિસ્તાર, ન્યાય મંદિરથી ચાંદનગર અને મહેતાપુરા વિસ્તાર, હાજીપુરા અલકાપુરી અને બગીચા સુધીનો સમગ્ર વિસ્તાર, આવરી લેવામાં આવ્યો છે. શહેરના જૂની જિલ્લા પંચાયતથી નવી દુર્ગા બજાર સુધીના તમામ વિસ્તારને કલમ 144 હેઠળ (Section 144 Applied in Himmatnagar) લાગુ કરવામાં આવી છે. આ હુકમ જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે રાત્રીથી લઈને 13મી એપ્રિલ રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિત 1060ની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત હિંમતનગર મોટાભાગના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખડે પગે છે. સાથેસાથે SRP ટીમનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે.
39 જેટલા વ્યક્તિ સામે નામજોગ સહિત700થી વધુના ટોળા સામે ફરિયાદ- જિલ્લા પોલીસે 39 જેટલા વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ હતી તેમ જ 700થી વધુના લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના પગલે આગામી સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે. હિંમતનગરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડ્યંત્રની ફરિયાદ સાથે હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુના ટોળા પર ફરિયાદ નોંધાઇ છે. કુલ 39 શખ્સો સામે નામ જોગ અને 700થી વધુના ટોળા સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી નુકસાન (Communal violence in Gujarat )પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
ગૃહપ્રધાને કરી મોડી રાત્રે બેઠક- ઉપરાંત ઘટનાને લઈને મોડી રાત્રે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠકમાં (Harsh Sanghvi Meeting in Gandhinagar) ચર્ચા કરવામાં આવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ગાંધીનગર રેન્જ IG અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાને વધુ વેગ ન મળે તેમજ અસામાજિક તત્વો તાત્કાલિક ધોરણે પોલીસની પકડમાં આવે તે બાબતે બેઠક મળી હતી.