સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સામાન્ય બાબતે કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો કરાયો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. વડાલીના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સામસામે પથ્થર મારો થયો હતો. જોકે વડાલીમાં આ ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સાબરકાંઠાના વડાલીમાં સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં જૂથ અથડામણ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત - gujarati news
સાબરકાંઠા: જિલ્લાના વડાલીમા સામાન્ય બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી જેના કારણે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ સમગ્ર અથડામણને લઇને પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં કરી હતી.
જોકે વડાલીમાં દિન-પ્રતિદિન વિવિધ બાબતે વિરોધાભાસ વધવાના બનાવો બની રહ્યા છે. ત્યારે સામાન્ય બાબત પણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાનું હાલમાં મહત્વની બની રહ્યું છે. એક તરફ વડાલીમાં સામાન્ય બાબત આજે પથ્થર મારા સુધી પહોંચી છે, ત્યારે આગામી સમયમાં આવી ઘટના બીજી વાર ન બને તે જોવું પણ મહત્ત્વનું બની રહેશે. હાલમાં, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જો કે આગામી સમયમાં ફરીથી વિરોધાભાસ ન થાય તે જોવું પણ મહત્વનું બની રહેશે.